ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળી છે.
ગેસ કંપનીઓ દ્વારા 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.100નો ઘટાડો કરવામાં છે.
આ ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 102 રૂપિયા ઘટવાથી 1998.5 થઇ છે.
મુંબઈમાં કોમર્શિયલ ગેસના 19 કિલો સિલિન્ડરની કિંમત હવે 1,948.5 રૂપિયા થઇ છે.
જોકે ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
