આજે માર્ચ મહિનાના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થયો છે.
આજે ફરી એકવાર, 14.2 કિલો સબસિડી વગરના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે.
આ ભાવમાં વધારા બાદ દિલ્હીમાં ઘરેલું ગેસનો દર 819 રૂપિયા, મુંબઈમાં 819 રૂપિયા, કોલકાતામાં 845.50 રૂપિયા અને ચેન્નઈમાં 835 રૂપિયા થયો છે.
ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.