News Continuous Bureau | Mumbai
દેશભરમાં ગેસ સિલિન્ડરની વધતી કિંમતો (Gas Cylinder Price) ને લઈને સરકારી ઓઈલ કંપનીઓએ (Government oil companies) મોટો નિર્ણય લીધો છે. હવે તમારે ગેસ સિલિન્ડર ખરીદવા માટે પણ વધુ રૂપિયા ખર્ચવા પડશે. આપને જણાવી દઈએ કે એલપીજી સિલિન્ડર (LPG cylinder) પર મળતું ડિસ્કાઉન્ટ હવે ખતમ કરવામાં આવ્યું છે. એટલે કે હવેથી તમારે LPG બુક કરાવવા માટે પણ વધુ રૂપિયા ખર્ચવા પડશે.
ખતમ થઈ છૂટ
આપને જણાવી દઈએ કે સરકારી ઓઈલ કંપનીઓ કોમર્શિયલ ગેસ સિલિન્ડર (Commercial gas cylinder) પર 200 થી 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપતી હતી, જે હવે બંધ કરી દેવામાં આવી છે. કોમર્શિયલ સિલિન્ડર પર વધુ ડિસ્કાઉન્ટ આપતા ડિસ્ટ્રીબ્યૂટર્સની (distributors) ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારી તેલ કંપનીઓએ આપ્યા આદેશ
દેશની ત્રણ સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) અને એચપીસીએલ (HPCL) અને બીપીસીએલ (BPCL) એ માહિતી આપતાં ડિસ્ટ્રીબ્યૂટર્સને કહ્યું છે કે હવેથી કોઈપણ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ધરાવતા ગ્રાહકોને ડિસ્કાઉન્ટની સુવિધા નહીં મળે. આ નિર્ણય 8 નવેમ્બરથી લાગુ થઈ ગયો છે.
આ સમાચાર પણ વાંચો:ખુશખબર / સરસવ, સીંગતેલના ભાવમાં મોટો ઘટાડો, મોંઘવારીથી લોકોને મળી આંશિક રાહત
ક્યા-ક્યા સિલિન્ડરો પર ખતમ થઈ છૂટ
ઈન્ડિયન ઓઈલ તરફથી મળેલી માહિતી મુજબ 19 કિલો અને 47.5 કિલોના સિલિન્ડર ડિસ્કાઉન્ટ વગર વેચવામાં આવશે. તેની સાથે HPCL એ કહ્યું છે કે 19 kg, 35 kg, 47.5 kg અને 425 kg ના સિલિન્ડરો પર ઉપલબ્ધ તમામ ડિસ્કાઉન્ટ ખતમ કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલ દેશભરના લોકો મોંઘવારીથી પિડાઈ રહ્યાં છે. ખાદ્ય તેલ, એલપીજી ગેસથી લઈ શાકભાજી સુધી તમામ વસ્તુુના ભાવ આસમાને પહોંચી ગયા છે. પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે લોકોને જુદી-જુદી જગ્યાએ કામ કરવા પડી રહ્યું છે. ત્યારે સરકારી કંપનીઓનો કોમર્શિયલ ગેસ પરની છૂટો સંપૂર્ણપણે ખતમ કરવાનો નિર્ણય સામાન્ય નાગરિકોને એક મોટો ફટકો સાબિત થઈ શકે છે. ખાસકરીને હોટેલના માલિકોને.