Site icon

LPG Price Hike: મહિનાના પહેલા જ દિવસે ઝટકો, આજથી મોંઘા થયા LPG સિલિન્ડર, જાણો કેટલો વધશે ખિસ્સા પર ભાર..

LPG Price Hike: સરકારે સામાન્ય લોકોને મોટો ઝટકો આપ્યો છે. કેન્દ્રીય બજેટ પછી, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. બજેટના દિવસે સરકારે આપેલી રાહત આજે પાછી ખેંચી લેવામાં આવી છે. શનિવાર, 1 માર્ચ, 2025 ના રોજ, ઇન્ડિયન ઓઇલે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, ૧૪ કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

LPG Price Hike Commercial LPG prices hiked by Rs 6 from today—Check new rates in your city

LPG Price Hike Commercial LPG prices hiked by Rs 6 from today—Check new rates in your city

News Continuous Bureau | Mumbai 

LPG Price Hike: મહિનાના પહેલા જ દીસે આમ જનતાને મોટો ઝટકો લાગ્યો છે. દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. બે મહિના પછી, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આ વધારો ગેસ સિલિન્ડર દીઠ માત્ર 6 રૂપિયાનો છે. તેનાથી વિપરીત, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

Join Our WhatsApp Community

LPG Price Hike: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

બે મહિના પછી, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. IOCL તરફથી મળેલા આંકડા અનુસાર, દેશની રાજધાની દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 10નો વધારો થયો છે. જે બાદ ત્રણેય મહાનગરોમાં ભાવ અનુક્રમે1803, 1913, 1755.50 રૂપિયા થઈ ગયા છે. બીજી તરફ, ચેન્નાઈમાં 5.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ, આ મહાનગરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1965 રૂપિયા થઈ ગયો છે.  

આ સમાચાર પણ વાંચો : Trump-Zelensky Clash: 44 મિનિટની બેઠક, છેલ્લી 10 મિનિટમાં ઝઘડો, આ વાતે લડી પડ્યા ટ્રમ્પ-ઝેલેન્સકી; જુઓ વિડીયો…

LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં

ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. IOCL ના ડેટા અનુસાર, છેલ્લા એક વર્ષથી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ સમાન રહ્યા છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 9 માર્ચે ફેરફાર કરવામાં આવ્યા હતા. સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આજથી, એટલે કે 1 માર્ચથી, દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 803 રૂપિયા છે. જ્યારે કોલકાતામાં ભાવ 829 રૂપિયા જોવા મળી રહ્યા છે. મુંબઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 802.50  રૂપિયા છે. જ્યારે દક્ષિણ ભારતમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ૮૧૮.૫૦ રૂપિયા જોવા મળે છે. માર્ચ પહેલા, 30 ઓગસ્ટ 2023 ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હતો. ત્યારે સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

 

 

ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:BMC ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી! ઠાકરે બ્રાન્ડને નુકસાન
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:ભાજપ મુંબઈનો નવો બોસ છે! બીએમસીમાં પહેલી વાર મળી બહુમતી
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ: મુંબઈમાં મતગણતરી ધીમી ગતિએ, નાગપુરમાં ભાજપની લીડ,છત્રપતિ સંભાજીનગરમાં ભાજપ ૧૨ બેઠકો પર આગળ
Exit mobile version