Site icon News Continuous Bureau | Mumbai

Indian Sailors at Risk Iran War: વોર ઝોનમાં ફસાયેલા ૨૩,૦૦૦ ભારતીય નાવિકો પર મોટું જોખમ! ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવથી દરિયાઈ માર્ગો બન્યા અસુરક્ષિત..

પશ્ચિમ એશિયામાં ભારતીય ક્રૂ ધરાવતા જહાજો પર અત્યાર સુધીમાં ૯ હુમલા, ૩ નાવિકોના મોત; હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનની ખાડી ‘હાઈ-રિસ્ક ઝોન’ જાહેર.

Indian Sailors at Risk Iran War વોર ઝોનમાં ફસાયેલા ૨૩,૦૦૦ ભારતીય નાવિકો પર મોટું જોખમ

Indian Sailors at Risk Iran War વોર ઝોનમાં ફસાયેલા ૨૩,૦૦૦ ભારતીય નાવિકો પર મોટું જોખમ

News Continuous Bureau | Mumbai

Indian Sailors at Risk Iran War અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધની સીધી અસર હવે સમુદ્રમાં કામ કરી રહેલા હજારો ભારતીય નાવિકો પર જોવા મળી રહી છે. પશ્ચિમ એશિયાના અત્યંત જોખમી ગણાતા દરિયાઈ વિસ્તારોમાં હાલમાં આશરે ૨૩,૦૦૦ ભારતીય નાવિકો કાર્યરત છે, જેમની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાવિક સંગઠનોએ ભારત સરકાર પાસે તાત્કાલિક દખલગીરી કરવાની માંગ કરી છે.

Join Our WhatsApp Channel

૯ હુમલા અને ૩ નાવિકોના મોતથી ફફડાટ

યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં ભારતીય જહાજો અથવા ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા વિદેશી જહાજો પર ઓછામાં ઓછા ૯ હુમલા થઈ ચૂક્યા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ત્રણ ભારતીય નાવિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સૌથી તાજો હુમલો ૫ માર્ચના રોજ ‘સોનાંગોલ નામીબે’ નામના જહાજ પર થયો હતો, જે ઈરાકના ખૌર અલ ઝુબેર બંદર પાસે ઊભું હતું. સદનસીબે, આ હુમલામાં જહાજ પર સવાર ૧૦ ભારતીય નાવિકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ જહાજના ડેક પર મોટો વિસ્ફોટ થયો હતો.

સંગઠનોની માંગ: ભારતીય નૌસેનાની સુરક્ષા આપો

નાવિક યુનિયનોના પ્રતિનિધિઓએ મુંબઈમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગના વડા શ્યામ જગન્નાથન સાથે મુલાકાત કરી હતી. ‘ફોરવર્ડ સીમેન યુનિયન’ ના જનરલ સેક્રેટરી મનોજ યાદવે માંગ કરી છે કે:
યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય જહાજોને ભારતીય નૌસેના (Indian Navy) દ્વારા સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે.
વિદેશ મંત્રાલય અને નૌસેના સંયુક્ત રીતે ઓપરેશન ચલાવીને નાવિકોને સુરક્ષિત સ્થાને ખસેડે.
જો ફરજ દરમિયાન કોઈ નાવિકનું મોત થાય, તો તેના પરિવારને ઓછામાં ઓછું ₹૪૫ લાખ નું વળતર આપવામાં આવે.

આ સમાચાર પણ વાંચો : Char Dham Yatra 2026: શું તમે પણ ચારધામ જવાનું વિચારી રહ્યા છો? આજથી શરૂ થયું બુકિંગ; ભૂલ્યા વગર કરાવી લો રજિસ્ટ્રેશન, આ તારીખથી શરૂ થશે દર્શન

હાઈ-રિસ્ક ઝોનમાં ફસાયેલા ભારતીય જહાજો

દરિયાઈ સુરક્ષા એજન્સીઓએ હોર્મુઝ સ્ટ્રેટ, પર્શિયન ગલ્ફ અને ઓમાનની ખાડીને ‘હાઈ-રિસ્ક મરીન એરિયા’ જાહેર કર્યા છે. હાલના અહેવાલો મુજબ, આ વિસ્તારોમાં ભારતીય ધ્વજ ધરાવતા ૩૬ જહાજો હાજર છે. જેમાંથી ૨૪ જહાજો હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમે અને ૧૨ જહાજો પૂર્વ ભાગમાં છે. આ ઉપરાંત અદનની ખાડીમાં પણ ૩ જહાજો છે. ઈરાનના બંદરો પર અનેક ભારતીય નાવિકો ફસાયેલા છે, જેમના માટે સતત થતા હુમલાઓને કારણે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. સરકાર સામે હવે આ નાવિકોને સુરક્ષિત પરત લાવવાનો મોટો પડકાર છે.

Kenya Orders Tata Chemicals To Exit ‘બોરીબિસ્તરા બાંધો અને નીકળો’ આ દેશ ના પ્રેસિડેન્ટે ટાટા ગ્રુપની સદી જૂની કંપનીને કામકાજ રોકવા ફરમાન કર્યું
Trump Top 35 Leaders List ટ્રમ્પમોદી મિત્રતાનો નવો પુરાવો યુએસ રાજદૂત ગોરે કહ્યું ‘ટ્રમ્પની 35 સૌથી ખાસ લોકોની યાદીમાં મોદી ટોપ પર હશે’
Extreme El Nino 2027 Warning 1000 વર્ષનો રેકોર્ડ તૂટશે ‘ગોડઝિલા અલ નીનો’ પૃથ્વીને ભઠ્ઠીની જેમ તપાવશે, 2027 બનશે ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ!
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં હાહાકાર: અચાનક આવેલી મંદીથી રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં ક્યાંથી આવ્યો મોટો ઘટાડો?
Exit mobile version