Site icon News Continuous Bureau | Mumbai

US Strategy To Seize Kharg Island Iran ઈરાનની આર્થિક કરોડરજ્જુ પર ટ્રમ્પની નજર ૯૦% તેલ નિકાસના કેન્દ્ર ‘આ’ ટાપુ પર કબજાની ધમકી

US Strategy To Seize Kharg Island Iran ઇરાનના ૯૦% ક્રૂડ ઓઇલ નિકાસના મુખ્ય કેન્દ્ર ખાર્ગ આઇલેન્ડ પર અમેરિકાની નજર, ઇરાને આપી ગંભીર પરિણામોની ચેતવણી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

US Strategy To Seize Kharg Island Iran મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ સૈન્ય તણાવ વચ્ચે અમેરિકા અને ઇરાન વચ્ચેનું યુદ્ધ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના આર્થિક સામ્રાજ્ય અને તેલ નિકાસની કરોડરજ્જુ સમાન ‘ખાર્ગ ટાપુ’ (Kharg Island) પર કબ્જો મેળવવાની અને હવાઈ હુમલા કરવાની વ્યૂહાત્મક તૈયારીઓ દર્શાવી છે. અમેરિકાનો મુખ્ય હેતુ ઇરાનના તેલના પુરવઠાને અટકાવીને તેને આર્થિક રીતે સંપૂર્ણપણે મરણતોલ ફટકો મારવાનો છે.

US Strategy To Seize Kharg Island Iran – કેમ મહત્વપૂર્ણ છે ઇરાનનો ખાર્ગ ટાપુ?

ઇરાનના બુશેહર પ્રાંતના કિનારાથી આશરે ૫૫ કિલોમીટર દૂર પર્સિયન ગલ્ફમાં આવેલો ખાર્ગ ટાપુ ઇરાનની અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ઇરાન દ્વારા કરવામાં આવતી કાચા તેલની કુલ નિકાસનો આશરે ૯૦% હિસ્સો આ એક જ ટાપુ પર આવેલા ઓઇલ ટર્મિનલ્સ અને ઊંડા પાણીના બંદરો મારફતે પ્રોસેસ થાય છે. દરરોજ લાખો બેરલ ક્રૂડ ઓઇલ અહીંથી વિદેશી ટેન્કરોમાં લોડ થાય છે. જો અમેરિકા આ ટાપુ પર કબ્જો કરી લે અથવા તેને નષ્ટ કરી દે તો ઇરાનની કમાણીનો મુખ્ય સ્ત્રોત જ ઠપ થઈ જશે.

US Strategy To Seize Kharg Island Iran – વ્હાઇટ હાઉસમાં રણનીતિ પર ચર્ચા અને ટ્રમ્પનો દાવો

અમેરિકી મીડિયા અહેવાલો મુજબ, વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ટોચના સૈન્ય અધિકારીઓએ ખાર્ગ ટાપુ પર ગ્રાઉન્ડ ઓપરેશન (Ground Invasion) કરીને કબ્જો લેવા તેમજ પરમાણુ મથકો સાથે જોડાયેલા પહાડી સુરંગો પર હુમલા કરવાની યોજનાઓ પર ચર્ચા કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સંકેત આપ્યા છે કે ભૂતકાળમાં જેમ અમેરિકાએ અન્ય દેશોના તેલ રિઝર્વ પર પકડ મજબૂત કરી હતી, તેવી જ રીતે ઇરાનના તેલ બજાર અને ખાર્ગ ટાપુ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનો વ્યૂહ ઘડાઈ રહ્યો છે.

US Strategy To Seize Kharg Island Iran – ઇરાનનો પલટવાર અને અમેરિકી દળોને યુદ્ધની ચેતવણી

બીજી તરફ, ઇરાનના વિદેશ મંત્રાલયે અમેરિકાની આ ધમકીઓ સામે આકરો પ્રતિક્રિયા આપતા જમીની હુમલો કરવા પર ભયાનક પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. ઇરાને ખાર્ગ ટાપુ પર વધારાના સૈનિકો, એર ડિફેન્સ સિસ્ટમ અને લેન્ડમાઇન્સ તૈનાત કરીને કિનારાની કિલ્લેબંધી મજબૂત બનાવી દીધી છે. ઇરાની સૈન્ય પાંખ IRGC એ દાવો કર્યો છે કે તેઓ અમેરિકી દળોના કોઈપણ સાહસનો સજ્જડ જવાબ આપવા તૈયાર છે, જેના કારણે પર્સિયન ગલ્ફ અને વૈશ્વિક ઓઇલ માર્કેટમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

👉 આ સમાચાર વાચો:
Trump Canada Tariff 100 Year Old Law કેનેડા પર ટ્રમ્પનો પ્રહાર ૫૦ ટકા વધારાનો ટેરિફ ઝીંકી ૧૦૦ વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો, વૈશ્વિક વેપાર યુદ્ધ તીવ્ર બન્યું

Kenya Orders Tata Chemicals To Exit ‘બોરીબિસ્તરા બાંધો અને નીકળો’ આ દેશ ના પ્રેસિડેન્ટે ટાટા ગ્રુપની સદી જૂની કંપનીને કામકાજ રોકવા ફરમાન કર્યું
Trump Top 35 Leaders List ટ્રમ્પમોદી મિત્રતાનો નવો પુરાવો યુએસ રાજદૂત ગોરે કહ્યું ‘ટ્રમ્પની 35 સૌથી ખાસ લોકોની યાદીમાં મોદી ટોપ પર હશે’
Extreme El Nino 2027 Warning 1000 વર્ષનો રેકોર્ડ તૂટશે ‘ગોડઝિલા અલ નીનો’ પૃથ્વીને ભઠ્ઠીની જેમ તપાવશે, 2027 બનશે ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ!
India Ready to Help End Ukraine Russia War વૈશ્વિક મંચ પર ભારતની મોટી પહેલ એસ. જયશંકરે કહ્યું યુક્રેનરશિયા યુદ્ધ પૂરું કરાવવા માટે ભારત તૈયાર
Exit mobile version