પેટ્રોલ-ડીઝલ બાદ હવે રાંધણ ગેસના ભાવમાં વધારો ઝિંકાયો, જાણો કેટલો ભાવ વધારો થયો

પેટ્રોલ ડિઝલ બાદ સરકારે સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો ઝટકો આપ્યો છે.

સરકારે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 50નો તોતિંગ વધારો કર્યો છે.  

આ વધારા બાદ રાજધાનીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિંડરની કિંમત 769 પર પહોંચી ગઈ છે. વધી ગયેલી કિંમત રાત્રે 12 વાગ્યાથી જ લાગૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગેસ સિલિંડરની કિંમતમાં ચાલુ મહિનામાં બીજી વખત વધારવામાં આવી છે. 

અગાઉ ચાર ફેબ્રુઆરીએ સબસિડીવાળા સિલિંડરમાં 25 રૂપિયાનો વધારો ઝિંકાયો હતો અને હવે 10 દિવસ બાદ ફરીથી 50 રૂપિયાનો વધારો કરાયો છે.

એટલે કે ફેબ્રુઆરીના 15 દિવસમાં જ ગેસ સિલિંડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો થયો છે.

મહારાષ્ટ્રના આ શહેરમાં પેટ્રોલનો ભાવ સો રૂપિયા થયો
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *