L&T Finance: એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે અમદાવાદમાં ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ લોન્ચ કરી

L&T Finance: ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ ડિજિટાઇઝ્ડ પ્રોસેસ, સમર્પિત રિલેશનશિપ મેનેજર અને હોમ ડેકોર ફાઇનાન્સ ઓફર કરે છે. કંપનીએ ‘Kum Nahi, Complete’ ટેગલાઇન સાથે મહત્વની ઓફરિંગ્સ દર્શાવતી ત્રણ ટીવી કમર્શિયલ્સ પણ રજૂ કરી છે

by Hiral Meria
L&T Finance Limited launched 'The Complete Home Loan' in Ahmedabad

News Continuous Bureau | Mumbai

L&T Finance:  અગ્રણી રિટેલ ફાઇનાન્સર્સમાં સ્થાન ધરાવતી એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે (એલટીએફ) અમદાવાદના ( Ahmedabad ) ગ્રાહકો માટે ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ લોન્ચ કરી છે જે તેમને પોતાનું ઘર વસાવવાનું સ્વપ્ન પૂરું કરવાની જરૂરિયાતો માટે તમામ પ્રકારની મદદ પૂરી પાડશે. ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ ( The Complete Home Loan ) એ સમર્પિત રિલેશનશિપ મેનેજરની સાથે ડિજિટાઇઝ્ડ પ્રોસેસ ઓફર કરે છે અને હોમ ડેકોર ફાઇનાન્સનો વિકલ્પ પણ પૂરો પાડે છે. 

 હોમ ડેકોર ફાઇનાન્સનો ઉદ્દેશ આરામદાયર લિવિંગ સ્પેસ માટે જરૂરી ફર્નિશિંગ્સ મેળવવામાં ફ્લેક્સિબિલિટી તથા સુગમતા પૂરી પાડવાનો છે. ડિજિટાઇઝ પ્રોસેસ ટેકનોલોજીની મદદ સાથે લોન મેળવવાની સફરને સરળ બનાવે છે. સમર્પિત રિલેશનશિપ મેનેજર સમગ્ર લોન પ્રક્રિયામાં ગ્રાહક માટે પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ બની રહે છે જે સરળ અને સંતોષકારક અનુભવ સુનિશ્ચિત કરે છે.

 પોતાની લેટેસ્ટ ઓફરિંગને પ્રમોટ કરવા માટે કંપનીએ ત્રણ નવા ટીવી કમર્શિયલ્સ લોન્ચ કર્યા છે. આ કમર્શિયલ્સ રમૂજ અને સંબંધિત પરિસ્થિતિનું ચતુરાઈપૂર્વક મિશ્રણ કરે છે અને તેની ટેગલાઇન છે ‘Kum Nahi, Complete’. પહેલી ટીવી કમર્શિયલ હોમ ડેકોર ફાઇનાન્સને ( Home Decor Finance ) રજૂ કરે છે જ્યારે બીજી અને ત્રીજી કમર્શિયલ ડિજિટાઇઝ્ડ પ્રોસેસ અને સમર્પિત રિલેશનશિપ મેનેજર જેવા લાભો દર્શાવે છે.

 આ પ્રસંગે એલટીએફના અર્બન ફાઇનાન્સના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી સંજય ગરયાલીએ જણાવ્યું હતું કે “અમદાવાદ અમારા માટે મહત્વનું માર્કેટ છે અને ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ના લોન્ચ દ્વારા અમારું મુખ્ય લક્ષ્યાંક અંડર-કન્સ્ટ્રક્શન અને રેડી એમ બંને પ્રકારની પ્રોપર્ટીઝ માટે નવી હોમ લોન ( Home Loan ) ઇચ્છતા નવા ઘર ખરીદનારાઓ છે. ગ્રાહક વર્તણૂંકને સમજીને અમે રિસર્ચ આધારિત પ્રપોઝિશન ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ ઓફર કરતાં ગર્વ અનુભવીએ છીએ જેનું ધ્યેય ગ્રાહકોને સર્વાંગી સોલ્યુશન્સ પૂરા પાડવાનું છે. ઉપર જણાવેલી વિશેષતાઓ ઉપરાંત પેપરલેસ પ્રોસેસિંગ, ઝંઝટમુક્ત ડોક્યુમેન્ટેશન અને શ્રેષ્ઠ સર્વિસ સ્ટાન્ડર્ડ્સ તથા આકર્ષક વ્યાજ દરો જેવા મૂલ્યવર્ધિત ફીચર્સ પણ અમે રજૂ કર્યા છે. અમે માનીએ છીએ કે અમારા વિશેષ રીતે તૈયાર કરાયેલા સોલ્યુશન્સ ગ્રાહકોને તેમની વધારાની હોમ ડેકોર જરૂરિયાતો માટે સરળતાથી ફાઇનાન્સ મેળવવામાં મદદ કરશે. અમારી ઓફરિંગ દ્વારા અમે અમારા ગ્રાહકોને સરળતાથી રહેવા માટે તેઓ હકદાર છે તેવી ફ્લેક્સિબિલિટી અને સુગમતા પૂરી પાડવા માટે સક્ષમ બનીશું.”

આ સમાચાર પણ વાંચો: GSHSEB: GSHSEBએ માર્ચ ૨૦૨૪માં લેવાયેલી ધોરણ-૧૨ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ કર્યું જાહેર

 એલટીએફના ચીફ માર્કેટિંગ ઓફિસર સુશ્રી કવિતા જગતિયાનીએ જણાવ્યું હતું કે “હોમ લોનની વાત આવે ત્યારે ગ્રાહકો તેમની તમામ ધિરાણને લગતી જરૂરિયાતો સંતોષવા માટે વન-સ્ટોપ સોલ્યુશન્સ ઇચ્છતા હોય છે પરંતુ છેવટે ઓછાથી જ સંતોષ માની લે છે. એલટીએફની ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ તેમની જરૂરિયાતોને પૂરી કરીને અને હોમ ડેકોર ફાઇનાન્સ, ડિજિટાઇઝ્ડ પ્રોસેસ અને ડેડિકેટેડ રિલેશનશિપ મેનેજર જેવા લાભોને ભેગા કરીને ગ્રાહકોની અપેક્ષાઓને સંતોષશે. આથી, અમે ‘Kum Nahi, Complete’નું પ્રપોઝિશન રજૂ કર્યું છે. અમે રમૂજી અભિગમ અપનાવીને અમારી ઓફરિંગ્સને કમ્યૂનિકેટ કરવા માટે અમારી ટીવી કમર્શિયલ્સ લોન્ચ કરી છે અને અમે માનીએ છીએ કે અમે ગહન સ્તરે ઓડિયન્સ સાથે કનેક્ટ કરી શકીશું અને હોમ લોન્સને વધુ એક્સેસીબલ બનાવી શકીશું.”

 કેમ્પેઇનના ભાગરૂપે કંપની આઈપીએલના કો-પ્રેઝન્ટિંગ સ્પોન્સર્સ પૈકીની એક બની છે અને ટીવી કમર્શિયલ્સ આઈપીએલ મેચ દરમિયાન જિઓ સિનેમા (કનેક્ટેડ ટીવી) પર સ્ટ્રીમ કરવામાં આવી રહ્યા છે. કંપની ચૂંટણીના પરિણામો પહેલા અને મતદાનના દિવસો દરમિયાન અગ્રણી ન્યૂઝ ચેનલો પર જાહેરાત આપશે. કંપનીએ વિવિધ સોશિયલ મીડિયા ચેનલ્સ પર ડિજિટલ કેમ્પેઇન પણ લોન્ચ કર્યું છે.

 આ ઉપરાંત, એલટીએફ બ્રાન્ડ અમદાવાદ અને ભારતના અન્ય અનેક શહેરોમાં આઉટડોર હોર્ડિંગ્સ પર રજૂ થઈ રહી છે.

 ટીવી કમર્શિયલ્સ જોવા માટે, ક્લિક કરોઃ

 હોમ ડેકોર ફાઇનાન્સ – https://youtu.be/o6FVmT7466E

ડિજિટાઇઝ્ડ પ્રોસેસ – https://youtu.be/XvDJeBn5HOI

ડેડિકેટેડ રિલેશનશિપ મેનેજર – https://youtu.be/TIbMt8NnCCQ

 ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ માટે અરજી કરવા માટે, કૃપા કરીને +91 9004555111 નંબર પર મિસ્ડ કોલ કરો અથવા અમારી વેબસાઇટ https://www.ltfs.com ની મુલાકાત લો.

આ સમાચાર પણ વાંચો: Piyush Goyal : દેશના સ્વચ્છતા સૈનિકોએ ભાજપ મહાયુતી ઉમેદવાર કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલને વિકસિત ભારત ને સાકાર કરવા માટે વિજયી ભવની શુભેચ્છાઓ આજે મલાડ ખાતે પ્રચાર સમયે આપી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More