News Continuous Bureau | Mumbai
Madhya Pradesh: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના સાગર જિલ્લામાં પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank) ની બેદરકારી સામે આવી છે, જેને સાંભળીને તમે ચોકી જશો. બુંદેલખંડના સાગર જિલ્લામાં બેન્કે એક એકાઉન્ટ નંબર (Bank Account) બે લોકોને આપ્યો હતો. તે પછી એક વ્યક્તિ પોતાની મહેનતની કમાણી એકાઉન્ટમાં જમા કરાવતો હતો જ્યારે બીજો વ્યક્તિ પૈસા કાઢતો હતો.
બન્ને બેન્ક એકાઉન્ટ હોલ્ડરના નામ એક જેવા જ હતા. એવામાં બેન્કની ભૂલથી બન્નેના એકાઉન્ટ નંબર પણ એક જ થઇ ગયા હતા. જેમાં ફરિયાદ કર્યા પછી બેન્કે સમાધાન કરવાની જગ્યાએ બેન્ક એકાઉન્ટ નંબર સીઝ કરી દીધો હતો.
ત્યાર બાદ આ ઘટના ગ્રાહક ફોરમ સુરક્ષામાં પહોંચી હતી. તે પછી જિલ્લા ગ્રાહક સુરક્ષાએ બેન્કની બેદરકારી માની હતી અને પહેલા જે વ્યક્તિએ પૈસા જમા કરાવ્યા હતા. તો બીજી વ્યક્તિએ તે પૈસા કાઢી લીધા હતા. હવે ફરિયાદ બાદ બીજી વ્યક્તિને પૈસા પરત બેન્કમાં જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ફરિયાદ બાદ બેન્કે એકાઉન્ટ નંબરને સીઝ કરી દીધો હતો…
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુન્નાલાલ ઠાકુર મજૂર છે. તેને વર્ષ 2015માં પંજાબ નેશનલ બેન્કમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. ઠાકુરના નામે પાસબુક પણ જાહેર કરવામાં આવી હતી. મુન્નાલાલ ઠાકુરે ATM માટે એપ્લાય કર્યું નહતું. મે 2022માં મુન્નાલાલને પીએમ આવાસ દ્વારા એક લાખ રૂપિયા મળ્યા હતા, તેને 45000 રૂપિયા બેન્કમાંથી કાઢ્યા હતા પછી ATM દ્વારા એકાઉન્ટમાંથી વારંવાર 40,000 રૂપિયા કાઢ્યા્ હતા. દર વખતે 10,000 રૂપિયા કાઢવામાં આવ્યા હતા. જ્યારે મુન્નાલાલના મોબાઇલમાં પૈસા કાઢવાનો મેસેજ આવ્યો તો તે ચોકી ગયો હતો. મુન્નાલાલે બેન્કને ફરિયાદ કરી હતી અને તેને કહ્યું કે તેની પાસે ATM નથી તો પૈસા કેવી રીતે કાઢવામાં આવ્યા?
આ દરમિયાન બેન્કમાં બીજો મુન્નાલાલ સંદેલા નામનો વ્યક્તિ પણ પહોંચી ગયો હતો, તેને પણ કહ્યું કે મારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા કાઢવામાં આવ્યા છે. એવામાં જ્યારે બેન્કે બન્નેના બેન્ક એકાઉન્ટ નંબર ચેક કર્યો ત્યારે બેન્કને પોતાની ભૂલ સમજાઇ હતી. બેન્કે બે લોકોને એક જ એકાઉન્ટ નંબર જાહેર કરી દીધો હતો. તે પછી બેન્કે એકાઉન્ટ નંબરને સીઝ કરી દીધો હતો.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Weather update: મહારાષ્ટ્રમાં હવામાન બદલાયું, ઘણા ભાગોમાં વરસાદની શક્યતા: IMD ની આગાહી…
તે પછી મુન્નાલાલ ઠાકુર જિલ્લા ગ્રાહક ફોરમમાં પહોંચ્યા હતા અને પોતાના વકીલ દ્વારા કેસ દાખલ કર્યો હતો. ફોરમે બેન્કની બેદરકારી માની હતી. ફોરમે સંદેલાને વ્યાજ સહિત પૈસા જમા કરવાનો આદેશ આપ્યો હતો. બેન્કને આદેશ આપ્યો કે એકાઉન્ટ મુન્નાલાલ ઠાકુરના નામથી ફરીથી શરૂ કરવામાં આવે. જ્યારે સંદેલાનું નામ હટાવી દેવામાં આવે.