News Continuous Bureau | Mumbai
Maggi Sale In India : ભારતમાં ઈન્સ્ટન્ટ નૂડલ્સ મેગી ખાવાના શોખીન લોકોની કોઈ કમી નથી, પછી તે બાળકો હોય, વૃદ્ધ હોય કે યુવાનો, ગામ હોય કે શહેર હોય કે પહાડી વિસ્તાર હોય. 2 મિનિટમાં તૈયાર થઈ જતી આ વાનગી દરેક જગ્યાએ મળી જાય છે. મેગી પ્રત્યે ભારતીયોનો આવો જ ક્રેઝ આંકડાઓમાં પણ જોવા મળે છે અને તેનું ઉત્પાદન કરતી કંપની નેસ્લેની મેગી ( Nestle Maggi ) માટે ભારત વિશ્વનું સૌથી મોટું બજાર બની ગયું છે. એટલું જ નહીં, કંપનીએ ભારતમાં 2 મિનિટ નૂડલ્સના વેચાણથી જંગી કમાણી કરી છે.
નેસ્લે ઇન્ડિયાએ મંગળવારે તેનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો હતો અને માહિતી શેર કરી હતી કે, નેસ્લે ઇન્ડિયા કંપનીના ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને સૂપ બ્રાન્ડ મેગી માટે ભારત વૈશ્વિક સ્તરે સૌથી મોટા બજાર તરીકે ઉભરી આવ્યું છે. કંપનીની ચોકલેટ બ્રાન્ડ કિટકેટ માટે આ વિશ્વનું બીજું સૌથી મોટું માર્કેટ બની ગયું છે. નાણાકીય વર્ષ 2023-24 માટે કંપનીના વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે નવા સંશોધનો અને મોટા વિતરણ નેટવર્કના સાથે બિઝનેસને આગળ વધારવામાં મદદ મળી છે.
Maggi Sale In India : મેગી તેના સંભવિત સ્વાસ્થ્ય જોખમોને લઈને ભારતમાં સમયાંતરે ચર્ચાનો વિષય બની છે…
મિડીયા રિપોર્ટ અનુસાર, સ્વિસ બહુરાષ્ટ્રીય કંપની નેસ્લેના ઈન્ડિયા ( Nestle India ) યુનિટે ઉત્તમ વેચાણ નોંધાવ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને રેડી ટુ ઈટ વાનગીઓ માટે જાણીતી કંપનીએ ગયા નાણાકીય વર્ષ 2023-24માં એકલા ભારતમાં જ મેગીની 6 બિલિયનથી વધુ યુનિટો વેચ્યા હતી, જે અન્ય કોઈપણ વિશ્વના દેશોમાં મેગીના વેચાણ કરતાં વધુ હતું. કંપનીએ આ સમયગાળા દરમિયાન કિટકેટ ચોકલેટ ( Kit Kat ) 4.2 અબજ યુનિટ વેચ્યા હતા અને આ બ્રાન્ડના વેચાણમાં કંપની માટે બીજું સૌથી મોટું બજાર બની ગયું છે.
આ સમાચાર પણ વાંચો : NVIDIA MCap: એપલ અને માઇક્રોસોફ્ટને પાછળ છોડીને MCAP રેસમાં Nvidia બની નંબર 1 કંપની ..
નોંધનીય છે કે, મેગી તેના સંભવિત સ્વાસ્થ્ય જોખમોને લઈને ભારતમાં સમયાંતરે ચર્ચાનો વિષય બની છે. તેને 2015માં પાંચ મહિનાના પ્રતિબંધનો સામનો પણ કરવો પડ્યો હતો. જો કે, તેના સ્વાદના ચાહકોની ભારતમાં કોઈ કમી નથી. કંપનીના ઉત્પાદનોના વેચાણમાં મજબૂત વધારાને કારણે, નેસ્લે ઇન્ડિયાએ 31 માર્ચ, 2024 સુધીના છેલ્લા 15 મહિનામાં રૂ. 24,275.5 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.
એક તરફ નેસ્લેની પ્રોડક્ટ્સ ( Nestle Products ) મેગી અને કિટકેટનો ક્રેઝ વધ્યો છે. તો જબરદસ્ત વેચાણના આંકડાની અસર કંપનીના શેર પર પણ જોવા મળી રહી છે. નેસ્લે શેરમાં ( Nestle Share ) રોકાણ કરનારા રોકાણકારોની રકમ પાંચ વર્ષમાં બમણી થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, કંપનીના શેરે રોકાણકારોને 119.81 ટકા વળતર આપ્યું છે. મંગળવારે શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન રૂ. 2.46 લાખ કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન (નેસ્લે MCap) ધરાવતી કંપનીના શેર રૂ. 2550 પર બંધ થયા હતા. ટ્રેડિંગ દરમિયાન તે વધીને હવે રૂ.2555 પર પહોંચી ગયા હતા.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)