News Continuous Bureau | Mumbai
અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) ના મહારાષ્ટ્ર રાજ્યના મહામંત્રી શંકર ઠક્કરે જણાવ્યું હતું કે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને કરમૂકત કરાવવા ના હેતુથી અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘે મુખ્યમંત્રી એકનાથજી શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્રજી ફડણવીસને પત્ર લખી વિનંતી કરેલ છે. ફિલ્મના વિષયને ધ્યાનમાં રાખીને રિલીઝ થયા પછી તરત જ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે.
આ ફિલ્મ જાતિથી ઉપર ઊઠીને દેશને વિભાજિત કરતી વિઘટનકારી શક્તિઓ છે જે આતંકવાદ ફેલાવીને આપણા દેશને બરબાદ કરવાના ઈરાદા સાથે કામ કરી રહી છે. આ સાથે આ ફિલ્મમાં નાની છોકરીઓ અને મહિલાઓને જાળમાં ફસાવીને તેમની સાથે કરવામાં આવતી ક્રૂરતા અને તેમનું જીવન કેવી રીતે નરક બનાવવામાં આવે છે તેનું સચોટ ચિત્રણ કરવામાં આવ્યું છે. આથી આપણા દેશની યુવતીઓ અને મહિલાઓને આવા નરાધમો ની જાળમાંથી બચાવવા માટે વધુને વધુ લોકો ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ આ ફિલ્મ જોવા જાય અને આ માટે આ ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવી જરૂરી છે.
મહાસંઘ ના મહામંત્રી તરુણ જૈને જણાવ્યું હતું કે આ ફિલ્મ સામાજિક સંદેશ આપવાના હેતુથી બનાવવામાં આવી છે, તેથી અમે આગામી દિવસોમાં સંસ્થાના સભ્યો માટે આ ફિલ્મના નિશુલ્ક શોનું તાત્કાલિક આયોજન કરવાના છીએ. અમે પત્ર અને ટ્વિટર દ્વારા તેને તાત્કાલિક કરમુક્ત બનાવવા વિનંતી કરી છે.
આ સમાચાર પણ વાંચો: Yuvasena: શિવસેનાએ યુવાસેનાના નવા હોદ્દેદારોની નિમણૂકની જાહેરાત કરી છે, વાંચો કોને ક્યાં મળી તક..