276
Join Our WhatsApp Channel
ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,7 એપ્રિલ 2021.
બુધવાર.
મહારાષ્ટ્ર માં વધતા કોરોના ને રોકવા રાજ્ય સરકારે આંશિક લોકડાઉન નો નિર્ણય કર્યો હતો, જેના અંતર્ગત જીવનાવશ્યક વસ્તુ ઓ સિવાય ની તમામ દુકાનો અને પ્રાઇવેટ ઓફીસો બંધ રહેશે. બંધના આદેશથી રોષે ભરાઈ ને મુંબઈ માં,ઠેક ઠેકાણે વેપારી અને દુકાનદારો એ દેખાવો કર્યા હતા અને લોકડાઉન નો ઓર્ડર પાછો ખેંચવાની માંગ કરી હતી.
મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ વેપારી ની માંગ પર વિચાર વિમર્શ કરવા આજે સાંજે 5 વાગે એક બેઠક યોજી છે. વેપારીઓ ના આ અલ્ટીમેટમ અંગે કેબિનેટની બિઝનેસ પેટા સમિતિ આજે બેઠક યોજાશે.
News Continuous analysis : ભાઈ!! આવું કેમ હશે? ટેક્સ ભરનાર દુકાનદારો બંધ. જ્યારે કે રસ્તા પર ફળ વેચનાર નું શું? જાણો સરકારની પરસ્પર વિરોધી દલીલો.. અને લોકોની સાથે થઇ રહેલો અન્યાય.
You Might Be Interested In
