News Continuous Bureau | Mumbai
વાહનચાલકો(Motorists) માટે સારા સમાચાર છે. મહારાષ્ટ્રના(Maharashtra) મુખ્યમંત્રી(CM) એકનાથ શિંદેએ(Eknath Shinde) આજે વિધાનસભાના(Assembly) વિશેષ સત્ર(Special Session) દરમિયાન મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ(Petrol and diesel) પરના ટેક્સમાં(Tax) ટૂંક સમયમાં ઘટાડો કરવામાં આવશે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે વિધાનસભામાં વિશ્વાસનો મત(Trust vote) જીત્યો હતો. તેમણે પોતાના સમાપન ભાષણ દરમિયાન ત્રણ મોટી જાહેરાતો કરી. તેમણે હિરકણી ગામને બચાવવા માટે 21 કરોડ રૂપિયાનું ફંડ મંજૂર કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે અમે મહારાષ્ટ્રને ખેડૂત આત્મહત્યા(Farmer suicide) મુક્ત બનાવીશું. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે નવી સરકાર ટૂંક સમયમાં કેબિનેટમાં(Cabinet) પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો નિર્ણય લેશે.
આ સમાચાર પણ વાંચો : આ દવાઓ થશે સસ્તી-આ નેશનલ એજેન્સીએ દવાઓની કિંમત કરી નક્કી-વધુ કિંમત વસૂલી તો વ્યાજ સહિત રીટર્ન કરવી પડશે રકમ-.જાણો વિગત
એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે(Central Govt) પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં(Excise duty) ઘટાડો કર્યો હતો. એ જ આધાર પર હવે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ ઘટાડવામાં આવશે. તેથી તેનો ફાયદો રાજ્યના લોકોને થશે. આગામી કેબિનેટમાં નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મે મહિનામાં કેન્દ્ર સરકારે ઈંધણ(Fuels) પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 21 મેના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.
