News Continuous Bureau | Mumbai
નેચરલ ગેસના ભાવ(Natural Gas Price)માં વધારા બાદ સીએનજી(CNG)અને સીએનજી(PNG)ના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.
મહારાષ્ટ્ર(Maharashtra)માં આજે સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં કિલો દીઠ રૂ. 5 અને રૂ. 4.50નો વધારો થયો છે.
નવા વધારા બાદ મહારાષ્ટ્રમાં ઓટો માટે ઉપયોગમાં લેવાતા CNG ગેસની કિંમત 72 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ઘરેલું પાઈપ્ડ નેચરલ ગેસની કિંમત 45.50 રૂપિયા થઈ ગઈ છે.
નવી કિંમતો મંગળવાર(Tuesday Night) રાતથી લાગુ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં તેમના ભાવમાં આ બીજો વધારો છે. એક સપ્તાહની અંદર મહારાષ્ટ્ર(Maharashtra)માં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 12 અને પીએનજીના ભાવમાં રૂ. 9.5 પ્રતિ ઘનમીટરનો વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો : ભાઈ લીંબુ અને લસણ સંભાળજો. આ જગ્યાએ ચોરો પૈસા નહીં પણ લીંબુ ચોરી ગયા.. જાણો વિગતે