Site icon

ઘર ખરીદનાર માટે સારા સમાચાર: મહારેરાએ 755 માંથી 749 ની નોંધણી રદ્દ કરવાના ઓર્ડર પાસ કર્યા.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

19 ડિસેમ્બર 2020

મહારાષ્ટ્ર રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (મહારેરા) એ બિન-નોંધાયેલા પ્રોજેક્ટ્સ સામે પ્રાપ્ત 749 ફરિયાદોનો નિકાલ લાવી દીધા હતા. ઉપલબ્ધ માહિતી મુજબ મહારેરાએ જાહેર કર્યું છે કે સત્તાધિકારીને અન-રજિસ્ટર્ડ પ્રોજેક્ટ સામે કુલ 755 ફરિયાદો મળી હતી. આંકડા દર્શાવે છે કે કાલે નોંધાયેલ પ્રોજેક્ટ્સ સામે માત્ર 6 ફરિયાદો મહારેરા ઉકેલવાની બાકી રહી છે. 

જાણકારી મુજબ કોઈ પણ વ્યક્તિ, મિલકતનો પ્રોજેક્ટ શરૂ કરે ત્યારે તે મહારેરા હેઠળ નોંધાયેલ હોવું જોઈએ, પરંતુ જેની ફરિયાદ મળી છે તે પ્રોજેક્ટ નોંધાયેલા નથી, ગ્રાહકો લાગતાં અધિકારીને વેબસાઇટ પર ઉપલબ્ધ કડી પર આવા પ્રોજેક્ટ્સ વિશે મહારેરાને જાણ કરી શકે છે. આમ રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સના કેસમાં ઓથોરિટીને કુલ 12079 ફરિયાદો મળી છે. જેમાંથી મહારેરાએ રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સ સામે 8063 ઓર્ડર પાસ કર્યા છે.

જ્યારે કુલ મળીને ઓથોરિટીને 12,834 ફરિયાદો મળી છે અને 8812 ઓર્ડર પાસ થયા છે. આમાં રજીસ્ટર થયેલ તેમજ અન રજિસ્ટર થયેલા બંને પ્રોજેક્ટ સામે ફરિયાદો શામેલ છે. અહીં સમાધાન મંચ પણ કાર્યરત છે. જ્યા ડેવલોપર અને ગ્રાહક વચ્ચે સમાધાન અહીંનીઓથોરિટી દ્વારા કરવામાં આવે છે. જેથી ગ્રાહકો ના પૈસા ડૂબી ના જાય.  આમ બંને પક્ષોની સંમતિથી પ્રાપ્ત કુલ 717 ફરિયાદોમાંથી, 597 સમાધાન પૂર્ણ થયું છે. જ્યારે, 120 કેસોમાં સમાધાનની પ્રક્રિયા ચાલુ છે.

PM SVANidhi: PM SVANidhi: શું પૈસાના અભાવે ધંધો અટકી પડ્યો છે? હવે ગેરંટી વગર સરકાર આપશે ₹90,000, જાણો આખી પ્રોસેસ
Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Exit mobile version