મહિન્દ્રા લોજિસ્ટિક્સની નાણાંકીય વર્ષ 2023ની આવકો વાર્ષિક ધોરણે 24% વધીને રૂ. 5,128 કરોડ થઈ, એબિટા વાર્ષિક ધોરણે 39% વધી

by kalpana Verat
Mahindra Logistics FY23 revenue up 24

 

ભારતના ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ અને મોબિલિટી સોલ્યુશન્સ પ્રોવાઈડર્સમાંની એક મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડે (એમએલએલ) એ આજે 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને સંપૂર્ણ વર્ષ માટે તેના ઓડિટેડ કોન્સોલિડેટેડ નાણાંકીય પરિણામોની જાહેરાત કરી હતી.

નાણાંકીય વર્ષ 2022ની સરખામણીએ નાણાંકીય વર્ષ 2023 (કન્સોલિડેટેડ)ની કામગીરી

• આવકો રૂ. 4,141 કરોડની સરખામણીએ રૂ. 5,128 કરોડ થઈ
• એબિટા રૂ. 198 કરોડની સરખામણીએ રૂ. 276 કરોડ થઈ
• કરવેરા પૂર્વેનો નફો રૂ. 26 કરોડની સરખામણીએ રૂ.35 કરોડ થયો
• ચોખ્ખો નફો રૂ. 15 કરોડની સરખામણીએ રૂ. 25 કરોડ થયો
• ઈપીએસ (ડાઈલ્યુટેડ) રૂ. 2.43ની સરખામણીએ રૂ. 3.64 થઈ

નાણાંકીય વર્ષ 2022ની સરખામણીએ નાણાંકીય વર્ષ 2023ની કામગીરી (રિવિગો બીટુબી એક્સપ્રેસના હસ્તાંતરણ વિના)

• આવકો રૂ. 4,141 કરોડની સરખામણીએ રૂ. 5,017 કરોડ થઈ
• એબિટા રૂ. 198 કરોડની સરખામણીએ રૂ. 303 કરોડ થઈ
• કરવેરા પૂર્વેનો નફો રૂ. 26 કરોડની સરખામણીએ રૂ. 77 કરોડ થયો
• ચોખ્ખો નફો રૂ. 15 કરોડની સરખામણીએ રૂ. 57 કરોડ થયો

નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળાની સરખામણીએ નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાની કામગીરી (કન્સોલિડેટેડ ધોરણે)

• આવકો રૂ. 1,089 કરોડની સરખામણીએ રૂ. 1,273 કરોડ થઈ
• એબિટા રૂ. 58 કરોડની સરખામણીએ રૂ. 68 કરોડ થઈ
• કરવેરા પૂર્વેનો નફો રૂ. 9 કરોડની સરખામણીએ રૂ. -5 કરોડ થયો
• ચોખ્ખો નફો રૂ. 6 કરોડથી સરખામણીએ રૂ. -1 કરોડ થયો
• ઈપીએસ (ડાઈલ્યુટેડ) રૂ. 1.03ની સરખામણીએ રૂ. -0.11 થઈ

આ સમાચાર પણ વાંચો: અરે વાહ, હવે ટેલિગ્રામ જેવી ચેનલ બ્રોડકાસ્ટિંગ સુવિધા WhatsApp પર થશે ઉપલબ્ધ, જાણો કેવી રીતે કામ કરશે…

નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળાની સરખામણીએ નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાની કામગીરી (રિવિગો બીટુબી એક્સપ્રેસના હસ્તાંતરણ વિના)

આવકો રૂ. 1,089 કરોડની સરખામણીએ રૂ. 1,206 કરોડ થઈ
એબિટા રૂ. 58 કરોડની સરખામણીએ રૂ. 87 કરોડ થઈ
કરવેરા પૂર્વેનો નફો રૂ. 9 કરોડની સરખામણીએ રૂ. 24 કરોડ થયો
ચોખ્ખો નફો રૂ. 6 કરોડની સરખામણીએ રૂ. 21 કરોડ થયો

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 25%ના ડિવિડન્ડની ભલામણ કરી છે (શેરદીઠ રૂ. 2.5).

• નાણાંકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિક ગાળામાં મેરુ કંપનીઓના હસ્તાંતરણ પછી નાણાંકીય વર્ષ 2022ના આંકડાઓ ફરીથી રજૂ કરવામાં આવ્યા છે.
• નાણાંકીય વર્ષ 2023ના ઉપરોક્ત કન્સોલિડેટેડ આંકડામાં 10 નવેમ્બર 2022ની અસરથી હસ્તગત કરેલા રિવિગોના બીટુબી એક્સપ્રેસ બિઝનેસનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો: આ 6 કસરતો કરવાથી લાંબુ જીવન જીવી શકાય છે! માત્ર 15 મિનિટ કરવાથી ફાયદો થશે

મુખ્ય બાબતો

• નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં સપ્લાય ચેઇન સર્વિસીઝના પગલે સતત કન્સોલિડેશન અને વૃદ્ધિ થઈ, જેમાં હસ્તાંતરણો સહિત 15%નો વધારો થયો.
• ઓટોમોટિવ અને એન્જિનિયરિંગમાં વૃદ્ધિને કારણે 3PL સપ્લાય ચેઇન સર્વિસીઝમાં વાર્ષિક ધોરણે 15%નો વધારો જોવાયો છે. સમગ્ર સેગમેન્ટમાં વૈવિધ્યસભર આવક પોર્ટફોલિયો ઈકોમર્સમાં મ્યૂટેડ ગ્રોથને ઓફસેટ કરે છે.
ફ્રેટ ફોરવર્ડિંગ વ્યવસાયની આવકને નૂર દરોમાં નીચા કરેક્શનના કારણે અસર થઈ હતી. કિંમતોની અસર હોવા છતાં, સમુદ્રી નિકાસ અને હવાઈ આયાતમાં અન્ડરલાઇંગ વોલ્યુમ ગ્રોથ હકારાત્મક હતી.
• મોબિલિટી બિઝનેસમાં ઉચ્ચ મુસાફરી અને કર્મચારી પરિવહન વ્યવસ્થાપનમાં મધ્યમ વધારાના લીધે એરપોર્ટ આધારિત સેવાઓ પર મજબૂત વધારો જોવા મળી રહ્યો છે.
• છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન અમારી સંપૂર્ણ માલિકીની પેટાકંપની એમએલએલ એક્સપ્રેસ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ (MESPL) એ અસોસિયેટેડ બ્રાન્ડ અને ટેક્નોલોજી પ્લેટફોર્મ્સ સાથે રિવિગોના બીટુબી એક્સપ્રેસ બિઝનેસની હસ્તાંતરણ કામગીરી પૂરી કરી. આ હસ્તાંતરણ સમગ્ર ભારતમાં 19,000થી વધુ પિન-કોડ્સ સુધી અમારી હાજરીને વિસ્તૃત કરે છે. ઈન્ટિગ્રેશન ચાલી રહ્યું છે અને નાણાંકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી ખર્ચમાં ઘટાડાનો લાભ મળવાની અપેક્ષા છે.
• સંચાલન હેઠળની વેરહાઉસ જગ્યા તમામ સર્વિસ લાઈન્સ સહિત 19 મિલિયન ચોરસ ફૂટ હતી. કંપનીએ ચાકન ખાતે નવા 1 મિલિયન ચોરસ ફૂટ પાર્ક વિકસાવ્યાની જાહેરાત કરી.

કંપનીની કામગીરી અંગે ટિપ્પણી કરતાં મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી રામપ્રવીણ સ્વામીનાથને જણાવ્યું હતું કે,

“નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં અમે ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ અને મોબિલિટી સોલ્યુશન્સના ગ્રાહક-કેન્દ્રિત પ્રોવાઈડર બનવાના અમારા વિઝનમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતું. કેટલાક બજારોમાં મંદી હોવા છતાં અમારા મુખ્ય 3PL વ્યવસાયે અમારા વૈવિધ્યસભર માર્કેટ સેગમેન્ટ્સના પગલે ઓર્ડર લેવા અને માર્જિન વિસ્તરણ પર હકારાત્મક કામગીરી દર્શાવી હતી. અમારો ફ્રેટ ફોરવર્ડિંગ બિઝનેસ નૂરની કિંમતમાં ઘટાડાથી પ્રભાવિત થયો હતો પરંતુ તમામ ઓફરિંગમાં વોલ્યુમ વૃદ્ધિ દર્શાવી હતી. છેલ્લા ત્રિમાસિક ગાળામાં હસ્તગત કરાયેલ રિવિગોના બીટુબી એક્સપ્રેસ બિઝનેસનો એકીકરણ કાર્યક્રમ આગામી ત્રિમાસિક ગાળામાં ખર્ચ અને ઓપરેટિંગ સિનર્જી મેળવવાના ટ્રેક પર છે. ઓપરેશનલ શ્રેષ્ઠતા અને ટેકનોલોજીમાં સતત રોકાણ ઓપરેશનલ કાર્યક્ષમતામાં મદદ કરે છે. ત્રિમાસિક ગાળા દરમિયાન અમને Great Place to WorkTM તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા હતા, જે સમાન તક, સમાવેશક કાર્યસ્થળ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે. અમે આશા રાખીએ છીએ કે આગામી ત્રિમાસિક ગાળામાં સકારાત્મક માંગમાં વધારો થશે અને અમારા પોર્ટફોલિયોને એકીકૃત કરવા તથા તેનો લાભ ઉઠાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.”

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More