પાર્કના 0.5 મિલિયન ચોરસ ફૂટનો પ્રથમ તબક્કો વર્ષ 2023-24ના અંત સુધીમાં કાર્યરત થશે
ભારતના સૌથી મોટા ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રદાતાઓમાંની એક મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડ (એમએલએલ) અને ઈન્ડસ્ટ્રીયલ રિયલ એસ્ટેટ ડેવલપર એસેન્ડાસ-ફર્સ્ટસ્પેસે આજે પૂણેના તાલેગાંવમાં નવા 10 લાખ ચોરસ ફૂટના મલ્ટી-ક્લાયન્ટ વેરહાઉસ પાર્કની સ્થાપનાની જાહેરાત કરી હતી. વ્યાપક કનેક્ટિવિટી સાથે, સમગ્ર પાર્કની વિકાસ કામગીરી ત્રણ તબક્કામાં પૂરી કરવામાં આવશે જેમાં 0.5 મિલિયન ચોરસ ફૂટનો પ્રથમ તબક્કો વર્ષ 2023-24ના અંત સુધીમાં કાર્યરત થશે.
એસેન્ડાસ-ફર્સ્ટસ્પેસ પુણેના તાલેગાંવ-ટુ લોજિસ્ટિક્સ પાર્કમાં, 40 એકરમાં ફેલાયેલ, આ એસેન્ડાસ-ફર્સ્ટસ્પેસના માઇક્રો-માર્કેટમાં બીજો પ્રોજેક્ટ છે. તાલેગાંવ-ટુ એ ચાકન તાલેગાંવ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર (સીટીઆઈસી) નો એક ભાગ છે, જે ભારતમાં સૌથી મહત્વપૂર્ણ ઉત્પાદન ક્લસ્ટર્સમાંનું એક છે. આ વિસ્તાર મોટી ઓટો, એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ માટે પરંપરાગત ઉત્પાદન આધાર રહ્યો છે. મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામની સફળતાને કારણે સીટીઆઈસી કોરિડોર હાલમાં નોંધપાત્ર વૃદ્ધિનો સાક્ષી બની રહ્યો છે.
મહિન્દ્રા લોજિસ્ટિક્સ માટે આ એક વ્યૂહાત્મક ઔદ્યોગિક ક્લસ્ટરમાં મલ્ટી-યુઝર ફેસિલિટીઝના એમએલએલના સમગ્ર ભારતમાં નેટવર્કનો એક મહત્વપૂર્ણ ભાગ હશે. 10 લાખ ચોરસ ફૂટની એ-ગ્રેડ વેરહાઉસિંગ ક્ષમતા ઉપરાંત આ એકમમાં એમએલએલનું પ્રથમ ઓટોમેશન ટેકનોલોજી સેન્ટર પણ હશે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી), રોબોટિક્સ એન્ડ ઓટોમેશન, એઆરવીઆર અને બ્લોક-ચેઈન પરની ઓટોમેશન ટેક્નોલોજીસને વિકસાવવા તથા તેના પર કામ કરવા પર ધ્યાન આપશે.
આ સમાચાર પણ વાંચો : પુણે પોલીસની દમદાર કામગીરી, આ ક્રિકેટરના પિતા થયા ગુમ, કલાકોની લાંબી શોધખોળ બાદ અહીંથી શોધી કાઢયા…
ચકન તાલેગાંવ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર (સીટીઆઈસી) ની અંદર સ્થિત મહિન્દ્રા લોજિસ્ટિક્સ આધુનિક એ-ગ્રેડ વેરહાઉસ, કંપનીના ટકાઉપણાના ધોરણો સાથે ડિઝાઇન કરવામાં આવશે. તેને ફોકસ રિસાયકલ કન્સ્ટ્રક્શન મટિરિયલ, લિક્વિડ ડિસ્ચાર્જ મેનેજમેન્ટ, રિન્યુએબલ એનર્જી વેસ્ટ મેનેજમેન્ટ અને અત્યાધુનિક ઓટોમેશન સાથે વિકસાવવામાં આવશે. ટકાઉપણા માટે એમએલએલની પ્રતિબદ્ધતાથી કંપનીને ખાતરી છે કે તે અમારા તમામ મલ્ટિ-ક્લાયન્ટ લાર્જ ફોર્મેટ વેરહાઉસીસ માટે એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટલ ડિઝાઇન (એલઈઈડી) સર્ટિફિકેશનમાં નેતૃત્વ હાંસલ કરવાના ધ્યેય સાથે વેરહાઉસિંગ સુવિધાઓને ઊર્જા કાર્યક્ષમ અને અપવાદરૂપે ટકાઉ બનાવવા સક્રિયપણે રોકાણ કરે છે. આ એકમ 100% ઓન-સાઇટ સોલર પાવર્ડ રિન્યુએબલ પાવર સાથે આજીબીસી ગોલ્ડ/પ્લેટિનમ પ્રમાણિત હશે.
આ અંગે મહિન્દ્રા લોજિસ્ટિક્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી રામપ્રવીણ સ્વામીનાથને જણાવ્યું હતું કે “ચાકન ક્ષેત્ર એ ભારતના અગ્રણી ઈન્ડસ્ટ્રીયલ અને કન્ઝમ્પ્શન ક્લસ્ટર્સમાંનું એક છે. મહિન્દ્રા લોજિસ્ટિક્સ માટે આ પ્રદેશ સૌથી મોટો વિસ્તાર છે અને અમે એસેન્ડાસ-ફર્સ્ટસ્પેસ સાથે ભાગીદારીમાં આ રોકાણની જાહેરાત કરતાં આનંદ અનુભવીએ છીએ. 10 લાખ એસએફટીના આ એકમથી અમે આ વિસ્તારના મુખ્ય ગ્રાહકો માટે અમારી ઈન્ટિગ્રેટેડ સોલ્યુશન્સની રેન્જને વધુ વિસ્તૃત કરી શકીશું અને વિશ્વ કક્ષાના ટેક્નોલોજી સક્ષમ સોલ્યુશન્સ પ્રદાન કરી શકીશું. આ સાઇટ અમારા પ્રથમ ઓટોમેશન ટેકનોલોજી સેન્ટરને પણ હોસ્ટ કરશે અને ડીઈઆઈએ ટેલેન્ટ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. 2040 સુધીમાં કાર્બન ન્યુટ્રલના અમારા વિઝન મુજબ આઈજીબીસી/એલઈઈડી સર્ટિફાઈડ ફેસિલિટી તરીકે ડિઝાઇન કરવામાં આવી છે.”
એસેન્ડાસ-ફર્સ્ટસ્પેસના સીઈઓ શ્રી આલોક બુનિયાએ જણાવ્યું હતું કે “મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડે અમારા લોજિસ્ટિક્સ પાર્કમાં કામ કરવાનું પસંદ કર્યું તે અમારા માટે ખુશીની વાત છે, જે આ વિસ્તારમાં અમારી પાસે સૌથી મોટી મલ્ટિ-યુઝર ફેસિલિટીઝ
આ સમાચાર પણ વાંચો : ગોઝારી ઘટના.. રાત્રીના અંધારામાં જીપે એક બે નહીં પણ 8 લોકોને કચડી નાખ્યા, 2 બાળકો સહિત આટલા લોકોના મોત..