વિશ્વના આ દેશએ બીટકોઈન ને સત્તાવાર ચલણ તરીકે સ્વીકારવાથી કર્યો ઇન્કાર, જણાવ્યા આ કરણો… જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

મલેશિયન સરકારે સત્તાવાર રીતે બીટકોઈન (Bitcoin) કે અન્ય કોઈ ક્રીપ્ટોકરન્સીને (CryptoCurrency) સત્તાવાર ચલણ તરીકે નહી સ્વીકારવા માટેની જાહેરાત કરી છે.આ અંગેનું નિવેદન મલેશિયાના નાયબ નાણા પ્રધાને ગુરુવારે સંસદમાં આપ્યું હતું. 

તેમણે કાનૂની ચલણ તરીકે ક્રીપ્ટોકરન્સી કે બીટકોઈનની લાયકાત નહી હોવાના મુખ્ય કારણો તરીકે ભાવની અસ્થિરતા અને સાયબર-હુમલા પ્રત્યે બિટકોઈનની સંવેદનશીલતાને જવાબદાર ગણાવી હતી.

બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી વિવિધ મર્યાદાઓને કારણે પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઉપયોગ માટે યોગ્ય નથી. 

ગત સપ્તાહે કોમ્યુનિકેશન વિભાગ દ્વારા બીટકોઈનને સત્તાવાર ચલણ અંગે એક દરખાસ્ત રજુ કરવામાં આવી હોવાના જવાબમાં નાણામંત્રીએ આ દરખાસ્ત ઠુકરાવી હતી અને ઉપરોક્ત જવાબ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : પહેલી એપ્રિલથી GST, FD સહિત બેંકના નિયમોમાં થી TAX ના નિયમોમાં કરશે ફેરફારઃ અવગણના કરી તો થઈ શકે છે નુકસાન…

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *