Site icon

Share Market: શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ અને નિફ્ટી નવી ટોચે, આ સેક્ટરમાં જોવા મળી ખરીદી..

Share Market: ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 339.60 પોઈન્ટ અથવા 0.52 ટકાના વધારા સાથે 65,785.64 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 98.80 પોઈન્ટ એટલે કે 0.51 ટકાના વધારા સાથે 19497.30 ના સ્તર પર બંધ થયો હતો.

Market wrap: Sensex, Nifty hit fresh record highs

News Continuous Bureau | Mumbai
Share Market : કારોબારી સપ્તાહના ચોથા દિવસ એટલે કે ગુરુવારનું ટ્રેડિંગ સેશન પણ ભારતીય શેરબજાર (Share Market) માટે ઐતિહાસિક સાબિત થયું છે. બેન્કિંગ, એનર્જી અને ઓટો શેરોમાં ખરીદીના કારણે શેરબજાર ફરી એક નવા ઐતિહાસિક સ્તરે પહોંચ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને તેમના નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયા છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ (sensex) 311 પોઈન્ટના ઉછાળા સાથે 65,754 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 87 પોઈન્ટના ઉછાળા સાથે 19,585 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આ ક્ષેત્રે બજારને વધવામાં ફાળો આપ્યો

આજના કારોબારમાં ઉર્જા ક્ષેત્રના શેરોમાં ખાસ કરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance industries) અને અન્ય ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેના કારણે નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 540 પોઈન્ટના ઉછાળા સાથે 25,575 પોઈન્ટ પર બંધ થયો છે. આ ક્ષેત્રે બજારને વધવામાં ફાળો આપ્યો છે. આ સિવાય બેન્કિંગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, મીડિયા, ઈન્ફ્રા સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Navsari Love Jihad: ખાખીને સલામ! નવસારીમાં લવ જેહાદના આરોપીની પોલીસે પરેડ કરાવી, લોકોએ લગાવ્યા જયશ્રી રામના નારા.. જુઓ વિડીયો..

બુધવારે શેરબજાર સપાટ બંધ રહ્યું હતું

પાછલા ટ્રેડિંગ સેશનમાં, BSE નો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 33.01 પોઈન્ટ્સ અથવા 0.05 ટકાના ઘટાડા સાથે 65,446.04 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 9.50 પોઈન્ટ એટલે કે 0.05 ટકાના વધારા સાથે 19398.50 ના સ્તર પર બંધ થયો હતો.

 

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version