સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે શેર બજારમાં ખરીદારી વધતા સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો આવ્યો છે.
પ્રી ઓપનિંગમાં જ સેન્સેક્સ 49,000 ને પાર કરી ગયો છે અને નિફ્ટી પણ 14,500 ની મહત્વપૂર્ણ સપાટીને પાર કરી ગયો છે.
સેન્સેક્સ +407.69 પોઇન્ટ એટલે 0.84% ટકાના વધારા સાથે 49,190.20 પર આગળ વધી રહ્યો છે.
નિફ્ટી +116.60 પોઇન્ટ એટલે 0.81% ટકાના ઉછાળા સાથે 14,463.85 વેપાર કરી રહી છે.
