ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર.
ભારતીય શેર બજાર માં સતત પાંચમા ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલી ગયો છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 1,190.48 પોઇન્ટ ઘટીને 57,846.70 પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 382.00 પોઇન્ટ ઘટીને 17,235.15 પર ટ્રેડ થઈ રહ્યો છે.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આ ઘટાડાના કારણે રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.
ઝોમેટો અને પેટીએમના શેર ખૂબ દબાણ હેઠળ રહ્યા છે. બંને શેર આજે તૂટીને લિસ્ટિંગ બાદ પ્રથમ વખત સૌથી નીચેના સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે
શેરબજારમાં ઘટાડાનો આ ટ્રેન્ડ છેલ્લા 5 દિવસથી ચાલુ છે. આજે બજારમાં આવેલો ઘટાડો 5 દિવસમાં સૌથી મોટો છે. મંગળવારે તેમાં 554, બુધવારે 656, ગુરુવારે 634 અને શુક્રવારે 427 પોઇન્ટનો ઘટાડો થયો હતો.
