ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
17 જુન 2020
કોરોના ને લીધે લાગુ થયેલાં લોકડાઉન દરમિયાન આખા દેશની આર્થિક વ્યવસ્થા કથળી ગઈ છે જેમાં કાર કંપની ઓ પણ છે. હવે કારના વેચાણને વેગ આપવા માટે કંપનીઓ વિવિધ પ્રકારની ધિરાણ યોજનાઓ લાવી રહી છે. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા નવા ફાઇનાન્સિંગ સ્કીમ સાથે આવી રહી છે.
મારુતિ સુઝુકીએ ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેન્ક સાથે જોડાણ કર્યું છે. આ કરાર હેઠળ ઈન્ડસઇન્ડ બેંક કાર ખરીદનારાઓને સસ્તા દરે લોન આપશે. અહીં જણાવી દઈએ કે અગાઉ મારુતિએ આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી હતી.
જ્યારે હાલ ઇન્ડસઇન્ડ બેન્કેને મારૂતિએ કાર ખરીદનારાઓને સરળ વ્યાજ દરે લોન આપવા જણાવ્યું છે, બેંકે કારની ઑનરોડ પ્રાઇસ પર 100 % લોન આપવાનું કહ્યું છે. EMI ની રકમ 899 રૂપિયાથી શરૂ થશે, 1 લાખ રૂપિયાની લોન પર EMI ની રકમ પ્રથમ ત્રણ મહિના માટે 899 રૂપિયાથી શરૂ થશે. સ્ટેપ-અપ સ્કીમ સાથે ઇએમઆઈ પ્રતિ લાખ રૂપિયા 1800 થશે. તે જ સમયે, માન્ય આવક પ્રુફ ધરાવતા ગ્રાહકોને કાર ઓન-રોડ પ્રાઇસ પર 100 ટકા સુધીની લોન મળશે. આ ઉપરાંત, ગ્રાહકો કે જેની પાસે આવકનો પુરાવો નથી, તેને પણ 100 ટકા એક્સ શોરૂમ લૉન આપવામાં આવશે એમ એક પ્રેસનોટમાં જણાવ્યું છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com