ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
07 મે 2020
મારુતિ સુઝુકી ભારતમાં 12 મેના રોજ હરિયાણામાં આવેલા માનેસર પ્લાન્ટમાં વાહનોનું ઉત્પાદન ફરીથી શરૂ કરશે. બુધવારે એક નિવેદનમાં કંપનીના ઓટોમોબાઈલ મેજરે જણાવ્યું હતું કે "તમામ કામગીરી સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે, લોકડાઉન ને લઈ સરકારના નિયમો અને માર્ગદર્શિકા અનુસાર સલામતીના ઉચ્ચતમ ધોરણો માટે કંપની નિરીક્ષણ કરી રહી છે અને તમામ પ્રવૃત્તિઓનું સખત રીતે પાલન કરવામાં આવશે". 22 એપ્રિલના રોજ, સ્થાનિક પ્રશાસનએ મર્યાદિત સંખ્યામાં કર્મચારીઓ સાથે રાખી યુનિટમાં ઉત્પાદન શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. હાલ મારુતિ સુઝુકી નેટવર્ક હેઠળ દેશના 1964 શહેરોમાં 3086 શોરૂમ છે. કંપનીએ કહ્યું કે, "તે બધા નવા સલામતી પ્રોટોકોલોનું પાલન કરશે. જ્યારે શોરૂમ ક્યારે શરૂ થવું તે સ્થાનિક પ્રશાસન અધિકારીઓની પરવાનગી પર નિર્ભર રહેશે"..