News Continuous Bureau | Mumbai
ભારતની અગ્રણી મસાલા કંપની MDHના વેચાણના સમાચાર પર કંપનીની પ્રતિક્રિયા આવી છે.
કંપનીના ચેરમેન રાજીવ ગુલાટીએ સુપ્રસિદ્ધ મસાલા કંપની MDHના વેચાણના સમાચારને અફવા ગણાવી છે.
સાથે જ તેમણે કહ્યું કે, આ સમાચાર સંપૂર્ણપણે ખોટા, બનાવટી અને પાયાવિહોણા છે.
MDH પ્રાઇવેટ લિમિટેડ એ એક વારસો છે જે મહાશય ચુન્ની લાલ અને મહાશય ધરમપાલજીએ તેમના સમગ્ર જીવન દરમિયાન બાંધ્યો છે.
અમે એ વારસાને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ. આવી અફવાઓ પર વિશ્વાસ ન કરો.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે(મંગળવારે) કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે હિન્દુસ્તાન યુનિલિવર MDH માં બહુમતી હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : આવકવેરા વિભાગનો સપાટો.. રિયલ્ટી કિંગ હિરાનંદાની ગ્રુપ બાદ આજે આ ટુ-વ્હીલર કંપનીના ચેરમેનના ઘરે-ઓફિસે પાડ્યા દરોડા… જાણો વિગતે