News Continuous Bureau | Mumbai
કેન્દ્રની મોદી સરકાર(Modi govt) સામાન્ય અને ગંભીર રોગોની સારવારમાં વપરાતી આવશ્યક દવા(medicine)ઓની કિંમતમાં ઘટાડો કરવા વિચારી રહી છે. તેની સત્તાવાર જાહેરાત ૧૫ ઓગસ્ટે થઈ શકે છે. કેન્દ્ર સરકારે આ અંગે વિભાગ સાથે ચર્ચા કરી છે, ત્યારબાદ અંતિમ ર્નિણય લેવામાં આવશે. કેન્સર(Cancer), ડાયાબિટીસ(diabetes) અને હૃદયની બીમારી(heart disease)થી પીડિત દર્દી(patients)ઓને આગામી દિવસોમાં મોટી રાહત મળી શકે છે. સૂત્રોએ આ માહિતી આપી છે કે આ રોગોને લગતી કેટલીક દવાઓની કિંમત ઘણી વધારે હોય છે. સરકાર આનાથી ચિંતિત છે અને તેમના ભાવને નિયંત્રિત કરવા માંગે છે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા(Health Minister Mansukh Mandaviya)એ ૨૬ જુલાઈએ ફાર્માસ્યુટિકલ કંપની(pharmaceutical companies) ઓના પ્રતિનિધિઓ સાથે બેઠક બોલાવી છે. ઘણી દવાઓ પર ટ્રેડ માર્જિન ૧૦૦૦ ટકાથી વધુ છે. હાલમાં, ડ્રગ રેગ્યુલેટર NPPAએ ૩૫૫ દવાઓની કિંમત પર મર્યાદા મૂકી છે. આ દવાઓ NLEMમાં સામેલ છે. આ દવાઓનું ટ્રેડ માર્જિન જથ્થાબંધ માટે ૮ ટકા અને છૂટક વિક્રેતાઓ માટે ૧૬ ટકા છે. જાે સરકારના આ પ્રસ્તાવનો અમલ થશે તો દવાઓની કિંમતમાં ૭૦ ટકાનો ઘટાડો થશે.
આ સમાચાર પણ વાંચો : મૂછ નહીં તો કુછ નહીં- આ ભારતીય મહિલાને મૂછ છે અને તેનો તેને ગર્વ છે- જુઓ ફોટો
વિભાગ આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિમાં ફેરફાર કરી રહ્યું છે. તે ૨૦૧૫ માં બદલવામાં આવ્યું હતું. આમાં, આવી દવાઓના ઊંચા માર્જિન પર કેપ લાદવાની વિચારણા કરવામાં આવી રહી છે, જેનો દર્દીઓ લાંબા સમય સુધી ઉપયોગ કરે છે. જાે કે, ફાર્મા કંપનીઓ યુરેનની દવાઓના ભાવ વધારવા માટે સ્વતંત્ર છે, જે સરકારના સીધા ભાવ નિયંત્રણની બહાર છે. કંપનીઓ આ દવાઓની કિંમતમાં વાર્ષિક ૧૦ ટકા સુધીનો વધારો કરી શકે છે.