ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મેસેજિંગ પ્લટફોર્મ વોટ્સએપએ પોતાના પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે મહારાષ્ટ્ર અને કર્ણાટકના 500 ગામને દત્તક લેવાની જાહેરાત કરી છે, ગ્રામીણ વિસ્તારમાં સ્માર્ટ ફોન યુઝરોને તે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી અવગત કરાવવાની પહેલ કરવાનું છે. કંપનીના કહેવા મુજબ તેમના પાયલોટ પ્રોગ્રામ ડિજિટલ પેમેન્ટસ ઉત્સવ કર્ણાટક અને મહારાષ્ટ્રના 500 ગામને કવર કરશે.
મેસેજિંગ એપનું લક્ષ્ય આ ગ્રામીણ વિસ્તારમાં યુઝર્સને વોટ્સએપ-પે દ્વારા ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા શીખવાડશે. ગામડામાં કરિયાણાની દુકાનથી લઈને બ્યુટી પાર્લર સુધી નાના અને મધ્યમ વ્યવસાય કરનારા લોકો વોટ્સએપ-પે નો ઉપયોગ કરીન ડિજિટલ પેમેન્ટ કરી શકશે.
ડિજિટલ પેમેન્ટ ઉત્સવ પાયલટ કાર્યક્રમની શરૂઆત 15મી ઓક્ટોબરના કર્ણાટકના માંડયા જિલ્લામાં ક્યાથનાહલ્લી ગામથી શરૂ થયો હતો. ગ્રામીણ વિસ્તારના નાગરિકોને ડિજિટલ પેમેન્ટ વિશે ઊંડાણપૂર્વક શીખવાડવામાં આવ્યું હતું કે કે યૂપીઆઈ માટે સાઈન-અપ કેવી રીતે કરવું, યૂપીઆઈ એકાઉન્ટ કેવી રીતે બનાવવો અને ડિજિટલ પેમેન્ટ દરમિયાન સાવધાની શું પગલાં લેવા જોઈએ.
૨ દિવસની હડતાલ બાદ શનિ, રવિ બેંકમાં રજાઓ. બેંકોની હડતાલ વચ્ચે બેંકોમાં રજાઓથી લોકો પરેશાન