ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાના પુત્ર ઝૈન નડેલાનું નિધન થઈ ગયું છે.
ઝૈન નડેલા 26 વર્ષનો હતો અને તેને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી નામની બીમારી હતી.
તેની સારવાર ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી.
માઈક્રોસોફ્ટે તેના એક્ઝિક્યુટિવ સ્ટાફને ઈમેલ દ્વારા આ અંગે જાણકારી આપી છે.
આ સંદેશમાં એક્ઝિક્યુટિવ્સને નડેલાના પરિવાર માટે પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું છે.
