ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓગષ્ટ 2020
મીડિયા અહેવાલોની વાત સાચી માનીયે તો માઇક્રોસોફ્ટ અતિ લોકપ્રિય સોશિયલ વીડિયો એપ ટિકટોક ખરીદવાનું વિચારી રહ્યું છે. કહેવાય છે કે સોશિયલ મીડિયા એપ્લિકેશનના યુ.એસ. ઓપરેશન્સને ખરીદવા માટે માઇક્રોસફ્ટ ચીની ટેક કંપની બાયટડાન્સ સાથે વાતચીત કરશે. આ વાત એવાં સમયે સામે આવી છે. જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટીકટોક ઍપથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની વાત કરી હતી.
ટિકટોક ની માલિકી ચીની ટેક કંપની બાયટડાન્સની છે, જેની કિંમત લગભગ $ 100 અબજ છે. માઇક્રોસોફ્ટ અને બાઇટડાન્સ વચ્ચેની વાતચીત અને વાટાઘાટો ચાલી રહી છે એવું મીડિયા અહેવાલોમાં કહેવાયું છે. નોંધપાત્ર વાત એ છે કે, આ અગાઉ ટ્રમ્પે પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા હતા. અને કહ્યું હતું કે “અમે પ્રતિબંધ સિવાયના વિકલ્પ તરફ જોઈ રહ્યા છીએ. ત્યાં ઘણા બધા વિકલ્પો છે. હાલ પડદા પાછળ ઘણું બધું થઈ રહ્યું છે, આથી પરિણામની આપણે રાહ જોઈશું." આથી સુત્રો ની વાત માનિયે તો સોમવાર સુધીમાં માઈક્રોસોફ્ટ એ ટીકટોક ની ભાગીદારી ખરીદી લીધી એવાં ખબર આવવાની શક્યતા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com