ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
મીની લોકડાઉન ને કારણે હીરા બજારમાં ભારે ટેન્શન હતું. હવે ટેન્શન પૂરી રીતે હળવું થઈ ગયું છે. આનું પ્રમુખ કારણ એ છે કે સરકારે હીરા ફેક્ટરીઓને કામ કરવાની છૂટ આપી દીધી છે. વાત એમ છે કે સરકારે ઇન્ડસ્ટ્રીને મીની લોકડાઉન માં થી બહાર રાખી છે. આ પરિસ્થિતિમાં ડાયમંડ ફેક્ટરી એ industry ગણાય. એટલે ટેકનિકલી તે બંધ ના ઓર્ડર માંથી બહાર છે. જોકે ડાયમંડ ફેક્ટરી ના માલિકોએ વર્કિંગ અવર્સમાં ફેરફાર કર્યા છે.
હવે હીરા બજારની ફેક્ટરીઓ સવારે 8:30 વાગ્યે ખુલી જાય છે અને સાંજે 6:30 એ કામ બંધ કરી દેવામાં આવે છે. બીજી તરફ લંચ ટાઈમ એક કલાક ના સ્થાને 30 મિનિટ કરી નાખ્યો છે.
જેથી લોકો જમ્યા પછી અલગ અલગ જગ્યાએ ફરવા ન જતા રહે. તેમજ સાંજે 6:30 છૂટયા બાદ કરફ્યુ ના સમય એટલે કે આઠ વાગ્યા પહેલા તમામ લોકો ઘર ભેગા થઈ જાય.
કોરોના કહેર: ગુજરાતના આ શહેરમાં હવે રાત્રિ કરર્ફ્યૂ ઉપરાંત બપોરે પણ બજારો રહેશે બંધ.
બીજી તરફ સરકારે ડાયમંડ બુર્સમાં લોકોને કામ કરવાની છૂટ આપી છે. જોકે આ કામ માત્ર ૧૦ ટકા હાજરી સાથે જ કરવાનું રહેશે. આ ઉપરાંત તમામ લોકોના કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યા છે. દરેક ટેસ્ટ ની વેલીડીટી માત્ર પંદર દિવસની છે.
આમ હીરા બજાર મિની લોકડાઉન થી પોતાની જાતને બચાવવા માં સફળ રહ્યું છે.
