ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
શૅરબજારમાં રહેલા સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સેબી દ્વારા શૅરબજારના મેમ્બર્સની નેટવર્થ એક કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આગામી બે વર્ષની અંદર એટલે કે ઑક્ટોબર 2023 સુધીમાં શૅરબજારમાં ટ્રેડિંગ કરનારા સભ્યોની નેટવર્થને ઓછામાં ઓછી એક કરોડ રૂપિયા સુધી વધારવામાં આવવાની છે. રોકાણકારોના સંભવિત જોખમને ઘટાડવાના પ્રયાસરૂપે સભ્યોને ક્લિયર કરવા માટે નેટવર્થની મર્યાદાનો પ્રસ્તાવ રાખ્યો છે. ટ્રેડિંગ મેમ્બરની સાથે જ પ્રોફેશનલ ક્લિયરિંગ મેમ્બર્સની સાથે જ ડિપોઝિટરી સહભાગીઓ માટે તબક્કા વાર રીતે નેટવર્થની જરૂરિયાત વધારવાનું સૂચન પણ સેબીએ કર્યું છે. સેબીના કહેવા મુજબ બિઝનેસ કરનારા ટ્રેડિંગ મેમ્બર્સ અને તેમના ગ્રાહકોની સંખ્યાની સરખામણીમાં હાલની બેઝ નેટવર્થની જરૂરિયાત ખૂબ ઓછી છે.
હાલમાં ટ્રેડિંગ મેમ્બર્સ માટે લઘુતમ નેટવર્થની જરૂરિયાત વિવિધ સેગમેન્ટ અથવા વિવિધ સ્ટૉક એક્સચેન્જ માટે 10 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીની કરાઈ છે. એ ઉપરાતં સેબીએ ટ્રેડિંગ-કમ-સેલ્ફ ક્લિયરિંગ મેમ્બર્સ માટે ઑક્ટોબર 2022 સુધીમાં 3 કરોડ રૂપિયા અને ઑક્ટોબર 2023 સુધીમાં 5 કરોડ રૂપિયાની બેઝ નેટવર્થ કરવા બાબતે પણ વિચારાધીન છે.