News Continuous Bureau | Mumbai
સતત 10 સપ્તાહ સુધી ઘટ્યા બાદ અંતે ગત સપ્તાહે ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારો જોવા મળ્યો છે.
RBIએ જારી કરેલા આંકડા મુજબ 20 મેના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં ભારતના વિદેશી મુદ્રા ભંડાર 4.23 અબજ ડોલર વધીને 597.509 અબજ ડોલર થયું છે.
સાથે જ આ રિપોર્ટિંગ સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વની વેલ્યુ 25.3 કરોડ ડોલર વધીને 40.823 અબજ ડોલર થઈ છે.
વિદેશી મુદ્રા ભંડારમાં આ વધારો મુખ્યત્વે ફોરેન કરન્સી એસેટમાં વધારાના કારણે આવ્યો છે.
કુલ વિદેશી હૂંડિયામણ અનામતનો નોંધપાત્ર હિસ્સો ધરાવતા ફોરેન કરન્સી એસેટમાં 3.825 અબજ ડોલરનો વધારો નોંધાયો છે, જે હવે વધીને 533.378 અબજ ડોલર થયું છે.
આ અગાઉ 13 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ 2.676 અબજ ડોલર ઘટીને 593.279 અબજ ડોલર થયું હતું.
આ સમાચાર પણ વાંચો : NCP અધ્યક્ષ શરદ પવારે પુણેના દગડુશેઠ ગણપતિના દર્શન બહારથી જ કર્યા. જાણો શું છે કારણ..
