Site icon News Continuous Bureau | Mumbai

Minting Coins in India ભારતમાં સિક્કાઓનું ઉત્પાદન કઈ જગ્યાએ બને છે સિક્કા અને કેવી રીતે ઓળખવા ટંકશાળનું નિશાન? જાણો

Minting Coins in India સિક્કા કાયદા હેઠળ સરકાર પાસે જ છે સિક્કા બનાવવાનો અધિકાર, SPMCIL સંભાળે છે સમગ્ર જવાબદારી

Minting Coins in India  ભારતમાં સિક્કાઓનું ઉત્પાદન કઈ જગ્યાએ બને છે સિક્કા અને કેવી રીતે ઓળખવા ટંકશાળનું નિશાન? જાણો

Minting Coins in India ભારતમાં સિક્કાઓનું ઉત્પાદન કઈ જગ્યાએ બને છે સિક્કા અને કેવી રીતે ઓળખવા ટંકશાળનું નિશાન? જાણો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Minting Coins in India ભારતીય નાણાકીય વ્યવસ્થામાં સિક્કાઓનું મહત્વનું સ્થાન છે. 1906ના સિક્કા કાયદા મુજબ, દેશમાં સિક્કાની ડિઝાઇન અને ઉત્પાદન કરવાનો સંપૂર્ણ અધિકાર ભારત સરકાર પાસે છે, જેની કામગીરી સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SPMCIL) દ્વારા કરવામાં આવે છે.

Minting Coins in India – ભારતમાં ચાર મુખ્ય ટંકશાળ કેન્દ્રો

ભારતમાં સિક્કા બનાવવા માટે કુલ ચાર મુખ્ય કેન્દ્રો આવેલા છે:
મુંબઈ ટંકશાળ, મહારાષ્ટ્ર: ભારતની સૌથી જૂની ટંકશાળોમાંની એક.
અલીપોર ટંકશાળ, કોલકાતા: ઐતિહાસિક મહત્વ ધરાવતું મુખ્ય ઉત્પાદન કેન્દ્ર.
હૈદરાબાદ ટંકશાળ, તેલંગાણા: ચેરલાપલ્લી અને સૈફાબાદમાં આધુનિક સુવિધાઓ સાથે કાર્યરત.
નોઈડા ટંકશાળ, ઉત્તર પ્રદેશ: 1986માં સ્થપાયેલ, તે દેશની સૌથી આધુનિક સુવિધાઓ પૈકીની એક છે.

Minting Coins in India – સિક્કાના નિશાનથી ઓળખો તેનું મૂળ

તમે તમારા હાથમાં રહેલા સિક્કા પરના નાના નિશાન દ્વારા તે કઈ ટંકશાળમાં બન્યો છે તે જાણી શકો છો:
હીરાનું નિશાન (Diamond): મુંબઈ ટંકશાળ.
તારાનું નિશાન (Star): હૈદરાબાદ ટંકશાળ.
ઘન બિંદુનું નિશાન (Solid Dot): નોઈડા ટંકશાળ.
કોઈ નિશાન નહીં: કોલકાતા ટંકશાળ.

Minting Coins in India – સરકારી નિયંત્રણ અને સુરક્ષા

સિક્કાના ઉત્પાદન અંગે સ્પષ્ટતા કરતા જાણવા મળે છે કે RBI કોઈ ખાનગી કંપનીને સિક્કા બનાવવાનો કોન્ટ્રાક્ટ આપતું નથી. સુરક્ષા, ગુણવત્તા અને કાનૂની નિયંત્રણ જાળવવા માટે આ કામ સંપૂર્ણપણે સરકારી માલિકીની SPMCIL સંસ્થાઓ દ્વારા જ કરવામાં આવે છે. સિક્કાઓ ભારતની અર્થવ્યવસ્થાનું અભિન્ન અંગ છે અને તેની બનાવટમાં ટેકનોલોજી અને સુરક્ષાના માપદંડોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

👉 આ સમાચાર વાચો:
Instagram Gaming Fraud Mumbai ઇન્સ્ટાગ્રામ પરની જાહેરાત ભારે પડી ઓનલાઈન ગેમ રમવાના ચક્કરમાં રિક્ષાચાલકે ગુમાવ્યા ૧.૨૫ કરોડ રૂપિયા

Retail Inflation August CPI Data જીડીપી ચમકી પણ ગૃહિણીઓનું રસોડું સળગ્યું ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી વધીને ૪.૮૨ ટકા પર પહોંચી, ખાદ્ય ચીજોના ભાવ વધ્યા
Asian Countries Energy Crisis એશિયામાં ગેસ સંકટ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધતાં આયાત મોંઘી થઈ, ભારત સહિતના દેશો પર જંગી આર્થિક બોજ
Wholesale Inflation August ક્રૂડ અને ફ્યુઅલ બાસ્કેટમાં તેજીની સીધી અસર ઉત્પાદન ખર્ચ વધતાં જથ્થાબંધ મોંઘવારી દરમાં મોટો ઉછાળો નોંધાયો
Qatar LNG Supply Disruptions India મોંઘો ગેસ ખરીદવા મજબૂર બન્યું ભારત કતારથી સપ્લાય ખોરવાતાં LPG સિલિન્ડરના ભાવ વધવાની શક્યતા, બજેટ પર પડશે સીધી અસર
Exit mobile version