News Continuous Bureau | Mumbai
શું તમે નોંધ્યું છે કે હવે એટીએમમાંથી (ATM) 2000 રૂપિયાની નોટ બહુ ઓછી બહાર આવી રહી છે, તેનું સૌથી મોટું કારણ એ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં 2000 રૂપિયાની નવી નોટો છાપવામાં આવી નથી. આ માહિતી એક RTI જવાબમાં સામે આવી છે. જે માહિતી સામે આવી છે તે મુજબ છેલ્લા ત્રણ વર્ષ 2019-20, 2021-22માં બે હજાર રૂપિયાની એક પણ નવી નોટ છાપવામાં આવી નથી.
IANS સમાચાર સંસ્થા દ્વારા દાખલ કરાયેલ એક RTI અરજીમાં જાણવા મળ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની (RBI) નોટ મુદ્રા (Note currency) (P) લિમિટેડે નાણાકીય વર્ષ 2016-17માં 2,000 રૂપિયાની 35,429.91 કરોડ નોટ છાપી હતી, 2017-18માં 1,115.07 કરોડ અને F-12018-19 માં 1,115.07 કરોડ રુપીયાની 2000 ની નોટો છાપી હતી. જ્યારે કે વર્ષ 2016માં 2000 રૂપિયાની માત્ર 4,66.90 કરોડ નોટો જ છપાઈ હતી.
આ સમાચાર પણ વાંચો- સેફ હેવન ગણાતા સોનાની ચમક વધી- 50 ટકા થી વધુ લોકોએ કર્યું છે સોનામાં રોકાણ- ગુજરાતનું આ શહેર ટોપ પર- જુઓ આખું લિસ્ટ
રમિયાન, કેન્દ્ર સરકારે (Central Govt) 1 ઓગસ્ટના રોજ સંસદમાં તેના જવાબમાં જણાવ્યું હતું કે NCRBના ડેટા અનુસાર, 2016 અને 2020 વચ્ચે દેશમાં જપ્ત કરવામાં આવેલી 2,000 રૂપિયાની નકલી નોટોની સંખ્યા 2,272 થી વધીને 2,44,834 થઈ ગઈ છે. આંકડાઓ અનુસાર, 2016માં દેશમાં જપ્ત કરાયેલી રૂ. 2 હજારની નકલી નોટોની સંખ્યા 2,272 હતી, જે 2017માં વધીને 74,898 થઈ ગઈ, 2018માં નોટોની સંખ્યા ઘટીને 54,776 થઈ ગઈ. 2019માં આ આંકડો 90,566 હતો અને 2020માં દેશમાં 2,44,834 નકલી નોટો હતી.
Join Our WhatsApp Community