News Continuous Bureau | Mumbai
Modi 3.0 Budget: દેશમાં ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની રચના થઈ ગઈ છે અને મંત્રીઓને તેમના પોર્ટફોલિયોની ફાળવણી પણ કરવામાં આવી ગઈ છે. જેમાં આ વખતે પણ નિર્મલા સીતારમણને ( Nirmala Sitharaman ) નાણા મંત્રાલયની જવાબદારી મળી છે. જો કે, મોદી 3.0 નું પ્રથમ સંપૂર્ણ બજેટ આ વખતે 1 જુલાઈએ રજૂ થવાની અપેક્ષા નથી, તેના બદલે તે હવે જુલાઈ 2024 ના મધ્યમાં સંસદમાં રજૂ કરવામાં આવશે.
નાણા મંત્રાલય ( Finance Ministry ) સાથે સંકળાયેલા સૂત્રોએ મિડીયાને જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર ( central government ) જુલાઈના મધ્ય સુધીમાં નાણાકીય વર્ષ 2024-2025 માટે તેનું સંપૂર્ણ બજેટ ( Budget 2024 ) રજૂ કરી શકે છે. આ માટે આગામી સપ્તાહથી મેરેથોન બેઠકોનો રાઉન્ડ પણ શરૂ થશે. રિપોર્ટ અનુસાર, નાણા મંત્રાલય 17 જૂન સુધીમાં વિવિધ મંત્રાલયો અને હિતધારકો સાથે તેની પ્રી-બજેટ મીટિંગ શરૂ કરી શકે છે. મિડીયા અહેવાલ અનુસાર, કેન્દ્ર સરકાર કદાચ તેના વિકાસના એજન્ડાને ચાલુ રાખશે અને વધારાના ખર્ચ માટેની હાલ તકો શોધી શકે છે.
Modi 3.0 Budget: બીજા સત્રમાં આર્થિક સર્વેની રજૂઆત સાથે નાણાકીય વર્ષ 25નું સંપૂર્ણ બજેટ રજૂ કરી શકાય છે. ..
ઉલ્લેખનીય છે કે, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજુજુ ( kiren rijiju ) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલી પોસ્ટ પણ સૂચવે છે કે બજેટ જુલાઈના મધ્યમાં રજૂ થઈ શકે છે. કિરેન રિજુજુએ પોતાના ટ્વિટરમાં લખ્યું છે હવે બીજા સત્રમાં જલ્દી જ બજેટ રજૂ થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો: T20 World Cup 2024: શું પાકિસ્તાન સુપર-8માં નહીં પહોંચી શકશે? શું આજે પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે?? હવે ICC બની શકે છે એકમાત્ર આધાર… જાણો શું છે આ સમીકરણ..
સત્રનું આ શેડ્યૂલ દર્શાવે છે કે, બીજા સત્રમાં આર્થિક સર્વેની રજૂઆત સાથે નાણાકીય વર્ષ 25નું સંપૂર્ણ બજેટ રજૂ કરી શકાય છે. જો કે, કેન્દ્ર સરકારે હજુ સુધી આગામી બજેટ વિશે કોઈ માહિતી શેર કરી નથી. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું.
નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા માટે તૈયાર છે. વાસ્તવમાં, નાણામંત્રી ( Finance Minister ) તરીકે સીતારમણનું આ સતત સાતમું બજેટ હશે અને તેમાં છ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ સામેલ છે. તે મુજબ તે નાણામંત્રી મોરારજી દેસાઈના રેકોર્ડને પાછળ છોડી દેશે. તેમણે 1959-1964 વચ્ચે 5 વાર્ષિક બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.