News Continuous Bureau | Mumbai
Muhurat Trading 2023 : મુહૂર્ત ટ્રેડિંગ એ દિવાળી ( Diwali ) ની ઉજવણી માટે સ્ટોક એક્સચેંજ ( Stock Exchange ) દ્વારા હાથ ધરવામાં આવતું એક વિશેષ અને શુભ વેપાર સત્ર છે. આ પ્રસંગ નોંધપાત્ર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્ય ધરાવે છે, કારણ કે ઘણા લોકો મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેરબજાર (Stock Market) માં રોકાણ કરવાનું પસંદ કરે છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) દિવાળીની પૂર્વસંધ્યાએ તેના વાર્ષિક મુહૂર્ત ટ્રેડિંગ સેશનનું આયોજન કરવા જઈ રહ્યું છે, જે 12 નવેમ્બર (રવિવાર) ના રોજ આવી રહ્યું છે. આ ટ્રેડિંગ એક્સચેન્જ સાંજે 6 વાગ્યાથી સાંજે 7.15 વાગ્યા સુધી ટ્રેડિંગ વિન્ડો નક્કી કરી છે, જેમાં 15 મિનિટના પ્રી-માર્કેટ સેશન ( Pre Market Session ) નો સમાવેશ થાય છે.
મુહૂર્ત ટ્રેડિંગ એ દિવાળીની ઉજવણી માટે સ્ટોક એક્સચેંજ દ્વારા હાથ ધરવામાં આવતું એક વિશેષ અને શુભ વેપાર સત્ર છે. આ એક કલાકની વિન્ડો દરમિયાન, વેપારીઓ અને રોકાણકારો પ્રતીકાત્મક વેપાર શરૂ કરી શકે છે, જે નવા નાણાકીય વર્ષની શરૂઆતને ચિહ્નિત કરતા ‘નવા સંવત’ ની શરૂઆતનું પ્રતીક છે.
મુહૂર્ત ટ્રેડિંગ કેવી રીતે કામ કરે છે?
દર વર્ષે BSE અને NSE દિવાળીના અવસર પર મુહૂર્ત ટ્રેડિંગ શરૂ કરે છે, જે માત્ર એક કલાક માટે ખુલ્લું રહે છે. દિવાળી પર વેપાર કરવો શુભ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર દિવાળીને નવા વર્ષની શરૂઆતનો દિવસ પણ માનવામાં આવે છે, એવું પણ કહેવાય છે કે દિવાળી પર વેપાર કરવાથી સુખ સમૃદ્ધિ અને ખુશીઓમાં વધારો થાય છે. આ વર્ષે દિવાળી રવિવારે છે અને સામાન્ય રીતે આ દિવસે શેરબજાર બંધ રહે છે, પરંતુ આ વર્ષે દિવાળીના કારણે મુહૂર્ત ટ્રેડિંગ માટે બજાર એક કલાક માટે ખુલ્લી રહેશે.
આ સમાચાર પણ વાંચો : Demonetization 7 Years: સરકારના નવા-જૂના નિર્ણયોએ બદલી નાખી સમગ્ર તસવીર, જાણો કેવી રહી નોટબંધીની સફર
દિવાળી બાલીપ્રતિપદાની ઉજવણીમાં 14 નવેમ્બરના રોજ દલાલ સ્ટ્રીટ બંધ રહેશે. સામાન્ય રીતે, આ દિવસને દિવાળી પછીના પ્રથમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો કે, આ વર્ષે તે અપવાદ રુપે બંધ રહેશે..
પાછલા બે મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં શેરબજારો સકારાત્મક નોંધ સાથે સંપન્ન થયા હતા. 2022 ના મુહૂર્ત ટ્રેડિંગ સત્ર દરમિયાન બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી 50 બંનેએ આશરે 0.9 ટકાનો વધારો નોંધાવ્યો હતો, જ્યારે 2021 ની દિવાળીની પૂર્વસંધ્યાએ બંને મુખ્ય સૂચકાંકોમાં લગભગ અડધા ટકાનો વધારો જોવા મળ્યો હતો.
50 વર્ષથી ચાલી આવી છે આ પરંપરા..
શેર બજારમાં મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા વિશે વાત કરીએ તો આ પરંપરા શેર બજારમાં આશરે 50 વર્ષ જૂની છે. હિંદુ માન્યતા અનુસાર દિવાળી પર કરવામાં આવતું રોકાણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે પરીણામે રોકાણકારો આ દિવસે વધુ ખરીદી કરે છે. મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 1957માં અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1992માં શરૂ થઈ હતી. ઘણા લોકો મુહૂર્ત ટ્રેડિંગ દિવસોમાં શેર ખરીદવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જોકે, આ દિવસે કરવામાં આવેલું રોકાણ ખૂબ જ નાનું અને પ્રતિકાત્મક હોય છે.
આ સમાચાર પણ વાંચો : AUS vs AFG: દિલધકડ મેચ માત્ર આ એક કારણ થી હાર્યું અફઘાનિસ્તાનન કેપ્ટન શાહિદીએ જણાવ્યું હારનું કારણ.. આ હતો મેચનો ટર્નિંગ પોઈન્ટ..
દિવાળી પર એક કલાકના ટ્રેડિંગ દરમિયાન બજારમાં તેજી રહેવાની શક્યતા છે. શેરબજારમાં મુહૂર્તના વેપારની શરૂઆત કરતા પહેલા ગણેશ-લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. પછી વેપાર શરૂ થાય છે.