Site icon

Mukesh Ambani Childrens Net Worth: મુકેશ અંબાણીના ત્રણ બાળકોમાંથી કોની પાસે છે સૌથી વધુ પૈસા? કોણ કેટલું શિક્ષિત છે?.. જાણો વિગતે..

Mukesh Ambani Childrens Net Worth: આપણે બધા જાણીએ છીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હાલમાં ભારતની સાથે સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું બિરુદ ધરાવે છે. અબજો પતિની કુલ સંપત્તિ $108 બિલિયન છે (ફોર્બ્સ મુજબ). પરંતુ તેના ત્રણેય બાળકોમાંથી કોણ છે સૌથી વધુ અમિર.. જાણો વિગતે અહીં..

Mukesh Ambani Childrens Net Worth Among Mukesh Ambani's three children, who has the most money Who is educated.. Know more

Mukesh Ambani Childrens Net Worth Among Mukesh Ambani's three children, who has the most money Who is educated.. Know more

News Continuous Bureau | Mumbai

Mukesh Ambani Childrens Net Worth:  દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમની સંપત્તિ માટે જેટલા ચર્ચામાં છે. તેટલા જ પોતાની ઉદારતા માટે પણ પ્રખ્યાત છે. મુકેશ અંબાણી માત્ર ભારતના જ નહીં પરંતુ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. જ્યારે તેમની ગણતરી પણ હવે વિશ્વની ટોચની સંપત્તિમાં થાય છે. 

Join Our WhatsApp Community

મુકેશ અંબાણીની સંપત્તિથી સૌ કોઇ વાકેફ છે. આ સાથે જ તેમના ત્રણ બાળકો દીકરી ઈશા અંબાણી ( Isha Ambani ) અને બંને દીકરા આકાશ અંબાણી અને અનંત અંબાણી પણ ખૂબ જ અમીર છે. મુકેશ અને નીતા અંબાણીના ત્રણેય બાળકો પાસે અઢળક સંપત્તિ છે. આવો જાણીએ કે અંબાણીના ( Mukesh Ambani Childrens ) ત્રણ બાળકોમાં કોણ સૌથી અમીર છે. ત્રણેયના પગાર કેટલા છે? ત્રણેય હવે શું કામ કરી રહ્યા છે અને તેઓ કઈ જવાબદારીઓ સંભાળી રહ્યા છે?

Mukesh Ambani Childrens Net Worth: આકાશ 2022થી રિલાયન્સ જિયોનો ચેરમેન છે….

મુકેશ અંબાણીનો મોટો પુત્ર આકાશ અંબાણીની ( Akash Ambani ) ઉંમર 32 વર્ષ છે. આકાશે શાળાકીય શિક્ષણ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ અને કેમ્પિયન સ્કૂલમાંથી કર્યું હતું. આ સાથે જ આકાશે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી બિઝનેસ અને કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: 16-18 જુલાઈના રોજ અષાઢી એકાદશી માટે દાદર અને વડાલામાં મુખ્ય માર્ગો બંધ રહેશે.. જાણો શું રહેશે વૈકલ્પિક માર્ગ…      

આકાશ 2022થી રિલાયન્સ જિયોનો ( Reliance Jio )  ચેરમેન છે. આ ઉપરાંત જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલમાં પણ તે મહત્વની જવાબદારી સંભાળે છે. આકાશનો હાલ વાર્ષિક પગાર રુ. 5.4 કરોડ છે. સ્ટાર્સનફોલ્ડ અનુસાર આકાશની નેટવર્થ હાલ 41 અબજ ડોલર (3,33,313 કરોડ રૂપિયા) છે.

Mukesh Ambani Childrens Net Worth:  ઇશા રિલાયન્સ ગ્રુપનો રિટેલ બિઝનેસ સંભાળી રહી છે. આ ઉપરાંત તે રિલાયન્સ બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ છે..

તો ઈશા અને આકાશ અંબાણી ટ્વિન્સ છે. ઈશાનો જન્મ 23 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો. વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ પીરામલ સાથે  લગ્ન કરનાર ઈશા અંબાણીએ સ્કૂલનું શિક્ષણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું હતું. આ સિવાય તેણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હતો. આ પહેલા તેણે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાઇકોલોજીમાં ગ્રેજ્યુએશન પણ કર્યું હતું.

ઈશા અંબાણી પણ તેના પિતાને બિઝનેસમાં મદદ કરે છે. ઇશા રિલાયન્સ ગ્રુપનો રિટેલ બિઝનેસ સંભાળી રહી છે. આ ઉપરાંત તે રિલાયન્સ બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ છે. રિલાયન્સ રિટેલ, રિલાયન્સ જિયો, રિલાયન્સ ફાઉન્ડેશનમાં પણ તેની મહત્વની જવાબદારીઓ છે. ઈન્ડિયા ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ઈશાનો વાર્ષિક પગાર 4.2 કરોડ રૂપિયા છે. જ્યારે ઈશાની નેટવર્થ હાલ 10 કરોડ ડોલર (831 કરોડ રૂપિયા) છે.

આ સમાચાર પણ વાંચો :  Mutual Fund SIP: SIP રોકાણ તેની નવી ઊંચાઈએ પહોંચ્યું, જૂનમાં ₹21262 કરોડનું રોકાણ કરાયું, 55 લાખ નવા ખાતા ખોલાયા..જાણો વિગતે..

Mukesh Ambani Childrens Net Worth: અનંત અંબાણી રિલાયન્સ અને જિયોમાં મહત્વના પદ પર છે….

અનંત અંબાણી નીતા અને મુકેશ અંબાણીનો નાનો પુત્ર છે. 29 વર્ષીય અનંતનો ( Anant Ambani ) જન્મ 10 એપ્રિલ, 1995ના રોજ થયો હતો. અનંતે ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી મેળવી હતી.

અનંત અંબાણી રિલાયન્સ અને જિયોમાં મહત્વના પદ પર છે. અનંતને ૨૦૨૨ માં રિલાયન્સ રિટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં શામેલ કરવામાં આવ્યો હતો. સાથે જ રિલાયન્સમાં ગ્રીન અને રિન્યુએબલ એનર્જીની વૈશ્વિક કામગીરી પણ અનંત જ સંભાળે છે. ઇન્ડિયા ટાઇમ્સના જણાવ્યા અનુસાર અનંતનો વાર્ષિક પગાર 4.2 કરોડ રૂપિયા છે. સાથે જ અનંત અંબાણીની નેટવર્થ હાલ 3,44,000 કરોડ રૂપિયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
Exit mobile version