Site icon

મુકેશ અંબાણીએ ‘જમણા હાથ’ મનોજ મોદીને મુંબઈની ₹ 1,500 કરોડની સંપત્તિ ભેટમાં આપી. જાણો વિગત અહીં

Mukesh Ambani gifts 1500 Cr property to his right hand

Mukesh Ambani gifts 1500 Cr property to his right hand

News Continuous Bureau | Mumbai

ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેમના સૌથી વિશ્વાસપાત્ર કર્મચારીને ₹ 1,500 કરોડની કિંમતની બહુમાળી ઇમારત ભેટમાં આપી છે . મુકેશ અંબાણીના લાંબા સમયથી કર્મચારી મનોજ મોદીને મુકેશ અંબાણીનો જમણો હાથ કહેવામાં આવે છે.

મનોજ મોદી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અબજો ડોલરના સોદાઓ મેળવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા માટે જાણીતા છે. અબજોપતિ મુકેશ અંબાણીએ મનોજ મોદીને 22 માળની ઇમારત ભેટમાં આપી હતી. આ ઈમારત મુંબઈના નેપિયન સી રોડ વિસ્તારમાં આવેલી છે.

Magicbricks.com અનુસાર, 22 માળની પ્રોપર્ટી થોડા મહિના પહેલા ખરીદી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો: યુપીની રાજનીતિઃ નીતીશ કુમાર અને અખિલેશ યાદવની બેઠકમાં સહમતી સાધી શકાય, કોંગ્રેસ મામલે પણ થઈ હતી આ સમજૂતી!

મુકેશ અંબાણીએ આપેલી ભેટ મિલકત વિશે

આ ઘરની ડિઝાઈન તલાટી એન્ડ પાર્ટનર્સ LLP દ્વારા કરવામાં આવી છે અને અમુક ફર્નિચર ઈટાલીથી મંગાવવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીએ મનોજ મોદીને જે પ્રોપર્ટી ગિફ્ટ કરી છે તેનું નામ ‘વૃંદાવન’ છે. નેપિયન સી રોડ વિસ્તારમાં પ્રોપર્ટીની કિંમત ₹ 45,100 થી ₹ 70,600 પ્રતિ ચોરસ ફૂટ છે અને મનોજ મોદીની આ પ્રાઇમ લોકેશનમાં નવી પ્રોપર્ટીની કિંમત ₹ 1,500 કરોડ છે.

આ ઇમારત 1.7 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી છે, જેમાં પ્રત્યેક માળ 8000 ચોરસ ફૂટનો વિસ્તાર ધરાવે છે. આ બિલ્ડિંગમાં 7 માળ સુધી પાર્કિંગ છે.

મુકેશ અંબાણીના જમણા હાથ મનોજ મોદી વિશે

મનોજ મોદી હાલમાં રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયોમાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. મેજિકબ્રિક્સ ડોટ કોમના જણાવ્યા મુજબ મનોજ મોદી રિલાયન્સના હજીરા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ, જામનગર રિફાઈનરી, પ્રથમ ટેલિકોમ બિઝનેસ, રિલાયન્સ રિટેલ અને 4જી રોલઆઉટ જેવા મોટા પાયાના પ્રોજેક્ટ્સની પણ જવાબદારી ધરાવે છે.

દક્ષિણ મુંબઈમાં આવેલું, નેપિયન સી રોડ મલબાર હિલને અડીને આવેલ એક પોશ વિસ્તાર છે. આ જગ્યા સુંદર વાતાવરણ, સારામાં સારી એમિટીઝ, શ્રેષ્ઠ સુવિધાઓ અને સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતો છે.

Exit mobile version