ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર.
ભારતમાં કરિયાણા બજારમાં એમેઝોન અને વોલમાર્ટની માલિકીના ફિલપકાર્ટ સારુ એવું પ્રભુત્વ ધરાવે છે. હવે કરિયાણાની બજારની સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે અબજોપતિ મુકેશ અંબાણીની કંપની વોટ્સ એપનો સહારો લેવાની છે. ભારતીયો હવે નવા "ટૅપ અને ચેટ" વિકલ્પ દ્વારા મુકેશ અંબાણીના JioMart પરથી કરિયાણાનો ઓર્ડર આપવા માટે WhatsAppનો ઉપયોગ કરી શકશે.
90-સેકન્ડના ટ્યુટોરીયલ અને કેટલોગ સાથે વોટ્સએપ શોપિંગ આમંત્રણો મેળવનારા JioMart વપરાશકર્તાઓના જણાવ્યા અનુસાર જીઓ પર ડિલિવરી મફતમાં થશે અને અહીં મિનિમમ ઓર્ડરની કોઈ શરત નહીં હોય. ઑફર પર દૈનિક આવશ્યક ચીજોમાં ફળો, શાકભાજી, અનાજ, ટૂથપેસ્ટ અને પનીર, ચીઝ અને ચણાનો લોટ જેવી વસ્તુઓ ઉપલબ્ધ હશે. ગ્રાહકો એપ્લિકેશનમાં તેમની શોપિંગ બાસ્કેટ ભરી શકે છે અને તેઓનો ઓર્ડર પ્રાપ્ત કરતી વખતે JioMart દ્વારા અથવા માલ જયારે ઘરે આવે ત્યારે રોકડ રકમમાં ચૂકવણી કરી શકે છે.
બજારમાં હવે લગ્ન સીઝનમાં ફરી સોનાનો ચળકાટ વધ્યો
મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે દેશના ટેલિકોમ ઈન્ડસ્ટ્રી પર જબરદસ્ત પ્રભુત્વ મેળવી લીધું છે. ભારતના ટેલિકમ્યુનિકેશન સેક્ટરમાં હરીફોને બરોબરની સ્પર્ધા આપી રહ્યા છે. હવે તેઓએ દેશની વધતી જતી સ્પર્ધાત્મક ઈ-કોમર્સ બજારમાં આગેકૂચ કરવા માગે છે.
આ પગલું Meta Platforms Inc., જે અગાઉ Facebook Inc. તરીકે ઓળખાતું હતું. તેણે રિલાયન્સના Jio પ્લેટફોર્મ યુનિટમાં લગભગ 6 બિલિયન ડોલરનું રોકાણ કર્યાના 19 મહિના પછી આવ્યું છે. WhatsAppના દેશમાં લગભગ 530 મિલિયન યુઝર્સ છે, ત્યારે રિલાયન્સને કરિયાણા વેપારમાં તેનો સારો ફાયદો મળી શકે છે એવુ માનવામા આવે છે.