Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કરિયાણા બજાર પર પ્રભુત્વ જમાવવા મુકેશ અંબાણીએ લીધું આ પગલું, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 30 નવેમ્બર  2021    
મંગળવાર.

ભારતમાં કરિયાણા બજારમાં એમેઝોન અને વોલમાર્ટની માલિકીના ફિલપકાર્ટ સારુ એવું પ્રભુત્વ ધરાવે છે. હવે કરિયાણાની બજારની સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે અબજોપતિ મુકેશ અંબાણીની કંપની વોટ્સ એપનો સહારો લેવાની છે. ભારતીયો હવે નવા "ટૅપ અને ચેટ" વિકલ્પ દ્વારા મુકેશ અંબાણીના JioMart પરથી કરિયાણાનો ઓર્ડર આપવા માટે WhatsAppનો ઉપયોગ કરી શકશે.

Join Our WhatsApp Channel

90-સેકન્ડના ટ્યુટોરીયલ અને કેટલોગ સાથે વોટ્સએપ શોપિંગ આમંત્રણો મેળવનારા JioMart વપરાશકર્તાઓના જણાવ્યા અનુસાર જીઓ પર ડિલિવરી મફતમાં થશે  અને અહીં મિનિમમ ઓર્ડરની કોઈ શરત નહીં હોય. ઑફર પર દૈનિક આવશ્યક ચીજોમાં ફળો, શાકભાજી, અનાજ, ટૂથપેસ્ટ અને પનીર, ચીઝ અને ચણાનો લોટ જેવી વસ્તુઓ ઉપલબ્ધ હશે. ગ્રાહકો એપ્લિકેશનમાં તેમની શોપિંગ બાસ્કેટ ભરી શકે છે અને તેઓનો ઓર્ડર પ્રાપ્ત કરતી વખતે JioMart દ્વારા અથવા માલ જયારે ઘરે આવે ત્યારે રોકડ રકમમાં ચૂકવણી કરી શકે છે.

 

બજારમાં હવે લગ્ન સીઝનમાં ફરી સોનાનો ચળકાટ વધ્યો

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે દેશના ટેલિકોમ ઈન્ડસ્ટ્રી પર જબરદસ્ત પ્રભુત્વ મેળવી લીધું છે. ભારતના ટેલિકમ્યુનિકેશન સેક્ટરમાં હરીફોને બરોબરની સ્પર્ધા આપી રહ્યા છે. હવે તેઓએ દેશની વધતી જતી સ્પર્ધાત્મક ઈ-કોમર્સ બજારમાં આગેકૂચ કરવા માગે છે.
 આ પગલું Meta Platforms Inc., જે અગાઉ Facebook Inc. તરીકે ઓળખાતું હતું. તેણે રિલાયન્સના Jio પ્લેટફોર્મ યુનિટમાં લગભગ 6 બિલિયન ડોલરનું રોકાણ કર્યાના 19 મહિના પછી આવ્યું છે. WhatsAppના દેશમાં લગભગ 530 મિલિયન યુઝર્સ છે, ત્યારે રિલાયન્સને કરિયાણા વેપારમાં તેનો સારો ફાયદો મળી શકે છે એવુ માનવામા આવે છે.

Elon Musk Space Data Centers હવે પૃથ્વી પર નહીં, સીધા અવકાશમાં પ્રોસેસ થશે AI ડેટા! ઇલોન મસ્કનો અબજો ડોલરનો નવો ગેમચેન્જર પ્લાન
HDFC Bank Cuts MCLR EMIના બોજમાંથી મળશે મુક્તિ! આ બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, હોમઓટો લોન સસ્તી થવાનો માર્ગ મોકળો
India Crude Oil Imports ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો દબદબો યથાવત સસ્તા તેલની ખરીદીમાં ફરી જોરદાર ઉછાળો, નવા સપ્લાયર્સ પણ રેસમાં
India Joins 6G Global Alliance 5G પછી 6G ની તૈયારી ભારતે અમેરિકા સહિત ૨૪ દેશો સાથે હાથ મિલાવ્યા; સેમિકન્ડક્ટર અને AI સેક્ટરમાં આવશે નવી ક્રાંતિ
Exit mobile version