ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
03 નવેમ્બર 2020
ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલિયોનેરમાં મુકેશ અંબાણી 6th મા સ્થાનેથી સરકીને નવમા સ્થાને પહોંચી ગયા છે. મુકેશ અંબાણી હવે ગુગલના સ્થાપક, લેરી પેજથી પાછળ છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને એક મોટું નુકસાન થયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ઘટતા શેરને કારણે મુકેશ અંબાણીને લગભગ 7 અબજ ડોલરનું નુકસાન થયું છે.
સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેંજમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર લગભગ 8.6% ની નીચે ગયો હતો. સપ્તાહ દરમિયાન કંપનીની માર્કેટ કેપમાં 1 લાખ કરોડનો ઘટાડો થયો છે. રિલાયન્સના શેરનું આ અત્યાર સુધીનું ખરાબ પ્રદર્શન હતું. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, આ ઘટાડાને કારણે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $ 71 બિલિયન
ડોલર પર આવી ગઈ છે.
આ વર્ષે જુલાઈમાં, મુકેશ અંબાણી વિશ્વભરના માલદારોની યાદીમાં પાંચમા ક્રમે હતાં. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈમાં રિલાયન્સના શેરમાં 6.2 ટકાનો ઘટાડો થયો હતો. સોમવારે સવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 1940 રૂપિયા તૂટી ગયો હતો જે છેલ્લા 4 મહિનામાં સૌથી નીચા સ્તરે છે..