Mukesh Ambani House: મુકેશ અંબાણીએ વેંચ્યું પોતાનું ઘર…..જાણો તેમને કેટલી રકમ મળી? પ્રોપર્ટીની છે આ ખાસિયત.. વાંચો સંપુર્ણ વિગતો અહીં.

Mukesh Ambani House: અહેવાલો અનુસાર મુકેશ અંબાણીએ વેસ્ટ વિલેજમાં તેમનું આલીશાન મેનહટન રહેઠાણ વેચી દીધું છે.

by Dr. Mayur Parikh
Mukesh Ambani House: Mukesh Ambani sells luxurious Manhattan property worth Rs.74.5 crore: Report

News Continuous Bureau | Mumbai

Mukesh Ambani House: મુકેશ અંબાણી (Mukesh Ambani) એ તેમની ન્યૂયોર્ક સ્થિત મેનહટન (Manhattan) ની રહેણાંક મિલકત વેચી દીધી છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીએ પોતાનો લક્ઝરી ફ્લેટ લગભગ 74.53 કરોડ રૂપિયા એટલે કે 9 મિલિયન ડોલરમાં વેચ્યો છે. .

શું છે આ ફ્લેટની ખાસિયત?

ન્યૂયોર્ક પોસ્ટને મળેલી માહિતી અનુસાર, મુકેશ અંબાણીએ જે ફ્લેટ વેચ્યો છે તે મેનહટનમાં સુપિરિયર ઇન્ક નામની બિલ્ડિંગના ચોથા માળે છે. આ બિલ્ડિંગમાં કુલ 17 માળ છે. તેની સાથે તેમાં 2 બેડરૂમ અને 3 બાથરૂમ તેમજ શેફનું કિચન છે. આ ફ્લેટની સીલિંગની વાત કરીએ તો તે પણ લગભગ 10 ફૂટ ઉંચી છે.

અંબાણીના પાડોશી કોણ છે?

આ ફ્લેટની તમામ બારીઓ નોઈઝ પ્રૂફ છે. અહીં મુકેશ અંબાણીના પાડોશી હિલેરી સ્વેંક અને માર્ક જેકોબ્સ જેવી સેલિબ્રિટી સામેલ છે. ફ્લેટની સામેનો નજારો એકદમ અદભૂત છે, સામે જ હડસન નદીનો અદભુત દ્રશ્ય છે.

આ સમાચાર પણ વાંચો : Kutch DRI : કચ્છનું મુંદ્રા બંદર ફરી ચર્ચામાં! અધધ 10 કરોડનું કોકેન જપ્ત, આ રીતે ગુજરાતમાં ઘૂસાડ્યું..

જે બિલ્ડીંગમાં એપાર્ટમેન્ટ સ્થિત છે. તે 1919 ની છે અને તે પહેલા સુપીરીયર ઈંક ફેક્ટરી તરીકે જાણીતી હતી. આ રિનોવેટેડ રેસિડેન્શિયલ કોન્ડો વર્ષ 2009માં વેચવામાં આવ્યો હતો. યોગ/પિલેટ્સ રૂમ, બાળકો માટે રમવાનો રૂમ, રહેવાસીઓની લાઉન્જ, દ્વારપાલ અને વૉલેટ પાર્કિંગ જેવી સુવિધાઓ સાથે.

તમને જણાવી દઈએ કે પહેલા આ ફેક્ટરી હતી અને 90 વર્ષ પછી તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. રોબર્ટ એએમ સ્ટર્ન આર્કિટેક્ટ્સ અને યાબુ પુશેલબર્ગ દ્વારા બિલ્ડિંગમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More