દેશના ટોચના આ બિઝનેસમેને દુબઈમાં દીકરા માટે સૌથી મોંઘા ઘર ની કરી ખરીદી- રહસ્યમય ડીલથી દુનિયા અજાણ

News Continuous Bureau | Mumbai

દેશના જ નહીં પણ વિશ્વના પણ ટોચના બિઝનેસમેન(World's top businessmen) મુકેશ અંબાણીની(Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે(Reliance Industries Limited) દુબઈમાં(Dubai) $80 મિલિયનના બીચ-સાઇડ વિલાની(Beach-side villas) ખરીદી કરી છે, જે શહેરની અત્યાર સુધીની સૌથી મોટી રહેણાંક મિલકત સોદો હોવાનું કહેવાય છે.

મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ પામ જુમેરાહ(Palm Jumeirah) પરની મિલકત આ વર્ષની શરૂઆતમાં અંબાણીના સૌથી નાના પુત્ર અનંત માટે ખરીદવામાં આવી હતી. બીચ-સાઇડ હવેલી પાર્મ શેપના કૃત્રિમ દ્વીપસમૂહ(Artificial Archipelago) ના ઉત્તર ભાગમાં  છે અને તેમાં 10 શયનખંડ, એક ખાનગી સ્પા અને ઇન્ડોર અને આઉટડોર પૂલ છ. સ્થાનિક મીડિયાએ ખરીદનાર કોણ છે તેનું નામ જાહેર કર્યા વિના જ આ અહેવાલ આપ્યો હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : તહેવારો ટાણે જ મોંઘવારીએ માંઝા મૂકી- અહીં સીંગતેલના ભાવે રૂ.૨૯૦૦ની સપાટી વટાવી ગયા- જાણો ખાદ્યતેલના ભાવ

દુબઈ અતિ સમૃદ્ધ લોકો માટે મનપસંદ બજાર તરીકે ઉભરી રહ્યું છે, જેમને સરકારે લાંબા ગાળાના "ગોલ્ડન વિઝા"(Golden Visa") ઓફર કરીને અને વિદેશીઓ માટે ઘરની માલિકી પર હળવા નિયંત્રણો આપીને સક્રિયપણે સ્વીકાર્યું છે. બ્રિટિશ ફૂટબોલર(British footballer) ડેવિડ બેકહામ(David Beckham) તેની પત્ની વિક્ટોરિયા (Victoria) અને બોલિવૂડ મેગા સ્ટાર(Bollywood mega star) શાહરૂખ ખાન(Shah Rukh Khan) વગેરે અંબાણીના નવા પડોશીઓ હશે એવું માનવામાં આવી રહ્યું છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ(Bloomberg Billionaires Index) અનુસાર અનંત અંબાણીની(Anant Ambani) $93.3 બિલિયન સંપત્તિના ત્રણ વારસદારોમાંના એક છે. વિશ્વના 11મા સૌથી ધનાઢ્ય વ્યક્તિ,મુકેશ અંબાણી હવે 65-વર્ષના છે, વૈવિધ્યકરણ ના દબાણ પછી ધીમે ધીમે તેના બાળકોને લગામ સોંપી રહ્યા છે જેણે તેના સામ્રાજ્યને ગ્રીન એનર્જી, ટેક અને ઈ-કોમર્સમાં વિસ્તાર્યું છે.
 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!