News Continuous Bureau | Mumbai
Mukesh Ambani: ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ( Anant Ambani Radhika Merchant Wedding ) શુક્રવારે મુંબઈમાં થઈ ગયા છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ( Reliance Industries ) શેરમાં ( Stock Market ) એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. આ કારણે અંબાણીની નેટવર્થમાં પણ વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, શુક્રવારે અંબાણીની કુલ સંપત્તિમાં $1.21 બિલિયન એટલે કે લગભગ રૂ. 1,01,05,84,13,500 નો વધારો થયો છે. આ સાથે તેમની નેટવર્થ હવે વધીને $121 બિલિયન સુધી પહોંચી ગઈ છે. તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં હાલ 11મા નંબરે યથાવત છે. આ વર્ષે તેની નેટવર્થમાં 24.2 બિલિયન ડોલરનો વધારો થયો છે.
દરમિયાન, શુક્રવારે વિશ્વના ટોચના 10 અબજોપતિઓમાંથી પાંચની નેટવર્થમાં વધારો થયો હતો. જ્યારે પાંચની નેટવર્થમાં ( Mukesh Ambani Net Worth ) થોડો ઘટાડો થયો હતો. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કને ગુરુવારે $15.9 બિલિયનનું નુકસાન થયું હતું પરંતુ શુક્રવારે તેમની કુલ સંપત્તિમાં $5.22 બિલિયનનો વધારો થયો હતો. આ સાથે તેમની નેટવર્થ હવે $264 બિલિયન થઈ ગઈ છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 216 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. શુક્રવારે ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં $4.58 બિલિયનનો વધારો થયો હતો. તે 205 અબજ ડોલર સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝકરબર્ગને શુક્રવારે $5.04 બિલિયનનું નુકસાન થયું હતું. અગાઉ ગુરુવારે પણ તેમની નેટવર્થ $7.57 બિલિયન ઘટી હતી. તે 177 અબજ ડોલર સાથે ચોથા સ્થાને ( Bloomberg Billionaires Index ) રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Vizhinjam Port: અદાણી ગ્રુપના વિઝિંજામ બંદરે ઈતિહાસ રચ્યો, 2000 થી વધુ કન્ટેનર સાથેનું પ્રથમ મધર શિપ પહોંચ્યું.. જાણો વિગતે.
Mukesh Ambani: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી $103 બિલિયન સાથે 14મા સ્થાને યથાવત રહ્યા હતા..
વિશ્વના અમીરોની યાદીમાં લેરી પેજ ($164 બિલિયન) પાંચમા, બિલ ગેટ્સ ($161 બિલિયન) છઠ્ઠા, લેરી એલિસન ($159 બિલિયન) સાતમા, સ્ટીવ બાલ્મર ($156 બિલિયન) આઠમા, સર્ગેઈ બ્રિન ($155 બિલિયન) નવમાં સ્થાને રહ્યા હતા. તો દસમાં સ્થાને વોરેન બફેટ ($135 બિલિયન) રહ્યા હતા. આ વર્ષે ટોપ 10માં માત્ર આર્નોલ્ટની નેટવર્થમાં ઘટાડો થયો છે. તેમની નેટવર્થમાં $2.19 બિલિયનનો ઘટાડો થયો છે. અમેરિકન ચિપ નિર્માતા Nvidia ના CEO જેન્સેન હુઆંગ $113 બિલિયન સાથે 13મા સ્થાને રહયા હતા અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી $103 બિલિયન સાથે 14મા સ્થાને યથાવત રહ્યા હતા. શુક્રવારે અદાણીની નેટવર્થમાં $439 મિલિયનનો ઘટાડો થયો હતો. આ વર્ષે તેની નેટવર્થ $18.7 બિલિયન વધી છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
