News Continuous Bureau | Mumbai
Mukesh Ambani: એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરે લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે. 12 જુલાઈ, 2024 ના રોજ, તેમનો નાનો પુત્ર અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ ( Anant Ambani Radhika Merchant ) સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. જેમાં મામેરુ અને સંગીત બાદ સોમવારથી અંબાણી પરિવારમાં મહેંદી અને હલ્દી સેરેમની શરુઆત થઈ ગઈ છે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના બંને વેવાઈઓની જેમ તેમના થનારા ત્રીજા વેવાઈ પણ અમીરાતમાં કોઈથી ઓછા નથી. હેલ્થકેર ક્ષેત્રે તેમનું મોટું નામ છે. ચાલો જાણીએ રાધિકાના પિતા શું કરે છે…
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી એક હેલ્થકેર કંપની ચલાવતા વીરેન મર્ચન્ટની ( Viren Merchant ) પુત્રી રાધિકા મર્ચન્ટ (અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ) સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે . અંબાણીના ત્રીજા વેવાઈ બનવા જઈ રહેલા વિરેન મર્ચન્ટ પણ અમીર છે અને હેલ્થકેર કંપની એન્કોરના સીઈઓ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો 2000 કરોડ રૂપિયાની આ કંપની ચલાવતા રાધિકાના પિતાની હાલ કુલ નેટવર્થ ( Networth ) લગભગ 755 કરોડ રૂપિયા છે. અંબાણી પરિવારની વહુ બનવા જઈ રહેલી રાધિકા મર્ચન્ટ પણ તેના પિતાના બિઝનેસમાં મદદ કરે છે.
Mukesh Ambani: પિરામલ ગ્રુપ દેશના સૌથી મોટા કોર્પોરેટ ગ્રુપમાં હાલ સામેલ છે….
મુકેશ અંબાણીના વેવાઈ અને ઈશા અંબાણીના સસરા પાસે પણ અપાર સંપત્તિ છે. ઈશાના સસરા અજય પીરામલ ( Ajay Piramal ) છે, જેમનું પિરામલ ગ્રુપ દેશના સૌથી મોટા કોર્પોરેટ ગ્રુપમાં હાલ સામેલ છે. ફાર્મા, હેલ્થકેર અને ફાઇનાન્શિયલ સર્વિસીસમાં બિઝનેસ કરતા પિરામલ ગ્રુપની વિશ્વના 30 દેશોમાં શાખાઓ છે. અજય પીરામલ ઉપરાંત તેમની પત્ની સ્વાતિ પીરામલ પિરામલ બોર્ડમાં વાઇસ ચેરપર્સન છે. પુત્રી નંદિની અને પુત્ર આનંદ પીરામલ (ઈશાના પતિ)નો પણ આમાં બોર્ડમાં સમાવેશ થાય છે. ફોર્બ્સ અનુસાર, અજય પીરામલની કુલ સંપત્તિ હાલ 3 અબજ ડોલર (લગભગ 25,051 કરોડ રૂપિયા) છે.
આ સમાચાર પણ વાંચો : Khelo India: ખેલો ઇન્ડિયા વિમેન્સ વુશુ લીગ પટિયાલામાં નોર્ધન ઝોનલ શોડાઉન માટે તૈયાર
હવે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના સસરા અરુણ રસેલ મહેતાના ( Arun Russell Mehta ) લગ્ન 9 માર્ચ 2019ના રોજ થયા હતા. રસેલ મહેતાની ગણતરી દેશના મોટા હીરા ઉદ્યોગપતિઓમાં થાય છે અને તેમની કંપની રોઝી બ્લુનો બિઝનેસ ઘણા દેશોમાં હાલ ફેલાયેલો છે. આ કંપની વિશ્વની ટોચની ડાયમંડ કંપનીઓમાં સામેલ છે. એકલા ભારતના 26 શહેરોમાં તેના 36 થી વધુ સ્ટોર્સ છે. રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ હાલ 1800 કરોડ રૂપિયાથી વધુ છે. બિઝનેસ ટુડેના એક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2018-19માં અરુણ રસેલ મહેતાની કુલ સંપત્તિ 3,000 કરોડ રૂપિયાની આસપાસ હતી.
ભલે મુકેશ અંબાણીના ત્રણેય વેવાઈઓ પાસે અપાર સંપત્તિ છે, પરંતુ વધું સંપત્તિના મામલામાં ઈશા અંબાણીના સસરા અજય પીરામલ આમાં સૌથી આગળ છે. તો રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ વિશે વાત કરીએ તો, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હાલ 120 અબજ ડોલર છે. આ આંકડા સાથે તેઓ વિશ્વના 11મા અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. આ વર્ષે 2024 સુધીમાં મુકેશ અંબાણીની નેટવર્થમાં 23 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો : Car Insurance: સમ્રગ દેશમાં ભારે વરસાદ, જો તમારી કાર ડૂબી જાય અથવા વરસાદમાં ધોવાઈ જાય તો શું મળશે વીમા કલેમ? … જાણો વિગતે..