ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 ઓગસ્ટ 2020
પૈસો અને સત્તાની લાલચ– સૌથી મોટું વિખવાદનું કારણ બને છે. પૈસા અને વારસાના વિખવાદને લીધે ભલભલા પરિવારો અને પેઢીઓ નષ્ટ થઈ ગયાના દાખલાઓ છે. આથી જ સમય પહેલા સાવધાન થઈ રહ્યા છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી. તેમણે એક 'ફેમિલી કાઉન્સિલ' બનાવવાની ઘોષણા કરી છે. જેથી તેમના વ્યવસાયનો વારસો સરળતાથી આવનારી પેઢીને ટ્રાન્સફર થઈ શકે.
એક અખબારના જણાવ્યા મુજબ આ 'ફેમિલી કાઉન્સિલ'માં અંબાણીના ત્રણે બાળકો આકાશ, અનંત અને દિશાનો પણ પરિવારના પુખ્ત સભ્યો તરીકે સમાવેશ થશે. જ્યારે અન્ય કોઈ સભ્યો પરિવારના જ અથવા તો પરિવાર બહારના પણ હોઈ શકે છે. જેઓ 'મેન્ટોર અને સલાહકારની' ભૂમિકા ભજવશે. જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ અંગે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
નોંધનીય બાબત છે કે રિલાયન્સ ના સ્થાપક ધીરૂભાઇ અંબાણીના ગુજરી ગયા બાદ બને ભાઈઓ, મુકેશ અને અનિલ અંબાણી વચ્ચે રિલાયન્સના વારસાને લઈ લાંબો સમય વિવાદ ચાલ્યો હતો. કદાચ આ જ બનાવ પરથી પ્રેરણા લઈ મુકેશ અંબાણીએ ફેમિલી કાઉન્સિલ બનાવવાનો નિર્ણય લીધો હોઈ શકે. આમ આવનારા સમયમાં પોતાના અનુગામી માટે કોઈ વિવાદ ન થાય અને થાય તો આ ફેમિલી કાઉન્સિલની સલાહ સૂચનો મુજબ સરળ માર્ગ શોધવાનો પ્રયાસ કરાશે..
ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની સંપત્તિ આજની તારીખમાં લગભગ 80 અબજ ડોલર છે. દેખીતી રીતે જ બાદમાં આટલી મોટી સંપત્તિ ના વારસદારો તેમના ત્રણ સંતાનો જ બનશે. સંપત્તિ મુદ્દે કોઈ વિવાદ ન થાય એ માટે જ ફેમિલી કાઉન્સિલની સ્થાપના નો નિર્ણય મુકેશ અંબાણીએ લીધો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com