News Continuous Bureau | Mumbai
ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ(Businessman) અને એશિયાના(Asia) સૌથી મોટા ધનકુબેર, રિલાયન્સ સમૂહના(Reliance Group) વડા મુકેશ અંબાણીએ(Mukesh Ambani) રિલાયન્સ જિયોના(Reliance Jio) ડાયરેક્ટર પદેથી(Director position) રાજીનામું આપ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ અંબાણીએ 27મી જૂનના રોજ કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું(Resignation) આપ્યું છે.
રિલાયન્સ જિયોના(Chairman) ચેરમેનનો પદભાર હવે પુત્ર આકાશ અંબાણી(Akash Ambani) સંભાળશે.
સાથે પંકજ મોહન પવારને(Pankaj Mohan Pawar) મેનેજિંગ ડાયરેક્ટર(Managing director) પદે નિમ્યાં છે અને રમિન્દર સિંઘ અગ્રવાલ(Raminder Singh Agarwal) અને કેવી ચૌધરીને પણ પાંચ વર્ષ માટે સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમ્યાં છે.
આકાશ જિયોના બોર્ડમાં(Jio board) હાલ નોન એક્ઝયુકિટીવ ડાયરેક્ટર(Non-Executive Director) તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : સાવધાન, તમે ખરીદી રહેલા ઘરનો પ્રોજેક્ટ મહારેરામાં રજિસ્ટર્ડ તો છે ને- મહારાષ્ટ્રમાં આટલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની મહારેરા નોંધણી લેપ્સ થઈ-જાણો વિગત