News Continuous Bureau | Mumbai
Reliance Jio: મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited) અને તેના ટેલિકોમ યુનિટ જિયો ઈન્ફ્રાકોમ (Jio Infocom) એ સૌથી મોટી સિન્ડિકેટ લોન એકત્ર કરી છે. તેને કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી સિન્ડિકેટ લોન કહેવામાં આવી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વિદેશી મુદ્રા લોન (Foreign Currency loan) ના રૂપમાં વિવિધ બેંકોના કન્સોર્ટિયમમાંથી બે તબક્કામાં 5 અબજ ડોલર એકત્ર કર્યા છે. મળતી માહિતી મુજબ, રિલાયન્સે ગત અઠવાડિયે 55 બેંકો પાસેથી 3 અબજ ડોલર એકત્ર કર્યા હતા અને હવે રિલાયન્સ જિયો ઈન્ફોકોમે ફરીથી 18 બેંકો પાસેથી 2 અબજ ડોલરની વધારાની લોન મેળવી છે. આપને જણાવી દઈએ કે, સિન્ડિકેટ લોન તે કહેવાય છે જે બેંકો / નાણાકીય સંસ્થાઓના જૂથ પાસેથી લેવામાં આવે છે.
55 બેંકો પાસેથી 3 અબજ ડોલર એકત્રિત કર્યા
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે રિલાયન્સે 55 બેંકો પાસેથી 3 અબજ ડોલર એકત્ર કર્યા હતા. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ (Reliance Jio Infocomm) એ 18 બેંકો પાસેથી બે અબજ ડોલરની વધારાની લોન લીધી છે. તેમણે જણાવ્યું હતું કે, 31 માર્ચ સુધી 3 અબજ ડોલરની લોન લેવામાં આવી હતી, જ્યારે આ સપ્તાહે મંગળવારે 2 અબજ ડોલર એકત્ર કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: પીજીઆઈએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના હેડ-ફિક્સ્ડ ઈન્કમ શ્રી પુનીત પાલ દ્વારા આરબીઆઈની નાણાં નીતિ અંગે ટિપ્પણી
5G નેટવર્ક શરૂ કરવા પર રૂપિયા ખર્ચાશે
રિલાયન્સ જિયો આ રકમનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરશે. આ રૂપિયા જિયો દ્વારા દેશભરમાં 5G નેટવર્ક શરૂ કરવા પર ખર્ચવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં 3 બિલિયન ડોલરની લોન 55 ધિરાણકર્તાઓ પાસેથી એકત્ર કરવામાં આવી હતી, જેમાં તાઇવાનની લગભગ બે ડઝન બેંકો તેમજ બેંક ઓફ અમેરિકા, HSBC, MUFG, Citi, SMBC, મિઝુહો અને ક્રેડિટ એગ્રીકોલ જેવી વૈશ્વિક બેંકોનો સમાવેશ થાય છે.
પ્રાથમિક લોનના સારા પ્રતિસાદ બાદ બે અબજ ડોલરની વધારાની લોન લેવાનો નિર્ણય લેવાયો હતો. તેના પછી, 55 ધિરાણકર્તાઓ પાસેથી સમાન શરતો પર બે અબજ ડોલરની નવી લોન પણ લેવામાં આવી હતી.