ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
26 ઓક્ટોબર 2020
એમેઝોનને પોતાના ભારતીય ભાગીદાર વિરુદ્ધ વચગાળાની રાહત મળી છે. સિંગાપોરની મધ્યસ્થ અદાલતે ફ્યુચર ગ્રુપને પોતાનો રિટેલ બિઝનેસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને વેચવા પર વચગાળાની રોક લગાવી છે. આ કારણે હવે કિશોર બિયાનીનું ફ્યુચર ગ્રુપ અદાલતના આદેશને પડકારે તેવી શક્યતા જોવાઈ રહી છે.
ફ્યુચર રિટેલ લિમિટેડે પોતાના નિવેદનમાં જણાવ્યું કે કંપની સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બીસ્ટ્રેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલ વચગાળાના આદેશની તપાસ કરી રહી છે. ફ્યુચર ગ્રુપે મધ્યસ્થ અદાલતના ફેંસલાને માનવાનો ઇન્કાર કર્યો છે. એમેઝોન વિરૂધ્ધ ફ્યુચર વિરૂધ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ કેસમાં એકમાત્ર આર્બિટ્રેશન વીકે રાજાએ એમેઝોનનાં તરફેણમાં વચગાળાનો ચુકાદો સંભળાવ્યો હતો.
એમેઝોનના પ્રવક્તાએ કહ્યું કે મધ્યસ્થતા કોર્ટે- કંપની દ્વારા માંગવામાં આવેલી રાહત આપી છે, તેમણે કહ્યું કે એમેઝોન મધ્યસ્થતા પ્રક્રિયા ઝડપથી પુરી થશે તેવી આશા રાખે છે. એમેઝોનનાં પ્રવક્તાએ કહ્યું અમે કટોકટીની પરિસ્થિતીમાં આર્બિટ્રેશન કોર્ટનાં આ નિર્ણયનું સ્વાગત કરીએ છિએ, અમે આ ચુકાદા માટે આભારી છિએ, તે અમારા માટે રાહત દાયક છે, અને અમે મધ્યસ્થતા પ્રક્રિયાનાં તાત્કાલિક નિવારણ માટે પ્રતિબદ્ધ છીએ.જોકે ફ્યુચર ગ્રુપ આ આદેશ વિરુદ્ધ ફરી અપીલ કરી શકે છે.