Site icon

Multibagger Stock: રિયલ એસ્ટેટનો આ મલ્ટીબેગરે શેરે છેલ્લા છ વર્ષમાં રોકાણકારોનો 2000% થી વધુ નફો કર્યો.. જાણો વિગતે..

Multibagger Stock: આ રિયલ એસ્ટેટ ડેવલપર કંપની મુખ્યત્વે દિલ્હી એનસીઆરમાં કામ કરે છે. 6 વર્ષમાં, તેણે રોકાણકારોને 2340 ટકા અથવા 24 વખતથી વધુ વળતર આપ્યું છે. તો જાણો ક્યો છે આ શેર..

Multibagger Stock This multibagger real estate stock has earned investors more than 2000% profit in the last six years.. Know more..

Multibagger Stock This multibagger real estate stock has earned investors more than 2000% profit in the last six years.. Know more..

News Continuous Bureau | Mumbai

Multibagger Stock: દિલ્હી NCRની એક કંપનીએ રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. તેના  શેર રૂ.15 થી રૂ.487 સુધી પહોંચી ગયા છે. 6 વર્ષમાં, તેણે રોકાણકારોને 2340 ટકા અથવા 24 વખતથી વધુ વળતર આપ્યું છે. 

Join Our WhatsApp Community

એવું પણ કહી શકાય કે જો કોઈ વ્યક્તિએ આ શેરમાં ( Stock Market ) 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેને હાલ 23 લાખ રૂપિયાથી વધુનો નફો થયો હોત. આ રિયલ એસ્ટેટ ડેવલપર કંપની અનંત રાજ ( Anant Raj ) મુખ્યત્વે દિલ્હી એનસીઆરમાં ( Delhi NCR ) કામ કરે છે.

Multibagger Stock: જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શેરમાં 65%નો વધારો થયો છે…

અનંત રાજે છેલ્લા ચાર વર્ષમાં સતત નફા સાથે વ્યવસાયને આગળ ચાલુ રાખ્યો છે અને ચાલુ વર્ષમાં પણ કંપનીએ ઉછાળાનું વલણ ચાલુ રાખ્યું છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શેરમાં 65%નો વધારો થયો છે. તેણે નાણાંકીય વર્ષ 21 અને  નાણાંકીય વર્ષ 23 માં અનુક્રમે 186% અને 164% વળતર આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  Mumbai: બોરીવલી સ્કાયવોકની બીજી સીડીનું સમારકામ પણ હવે થયું પૂર્ણ; બાકીના સીડીનું રિપેર ક્યારે તેની હવે રાહ જોઈ રહ્યા છે નાગરિકો.. જાણો વિગતે..

છેલ્લા 24 મહિનામાં આ શેર રુ. 51થી  રુ. 487 સુધી પહોંચી ગયો છે. તેણે આ સમયગાળા દરમિયાન રોકાણકારોને 855 ટકા વળતર આપ્યું છે. ડોમેસ્ટિક બ્રોકરેજ ફર્મ DAM કેપિટલ માને છે કે શેરમાં હજુ પણ ઘણી મજબૂતી છે અને ભવિષ્યમાં પણ આ શેરમાં વધારો ચાલુ રહેવાની સંભાવના છે. બ્રોકરેજ ફર્મે વધુમાં કહ્યું કે આ શેર પ્રતિ શેર રૂ. 620ના સ્તરને સ્પર્શી શકે છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

Indian Stock Market Surges:બજારમાં તેજીનું વાવાઝોડું! ૧૦૪૦ પોઈન્ટના જમ્પ સાથે સેન્સેક્સની ગર્જના; રોકાણકારોમાં દિવાળી જેવો માહોલ.
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
Indian cotton market:સરકારની ખરીદી અને ખોળની તેજીથી રૂના બજારમાં તેજીનો માહોલ
Stock Market Crash: શેરબજારમાં ‘બ્લેક મન્ડે’! સેન્સેક્સ-નિફ્ટીમાં કલ્પના બહારનો કડાકો; રોકાણકારોમાં ફફડાટ, હવે આગળ શું કરવું?
Exit mobile version