Site icon

Multibagger Stock: સચિન તેંડુલકર દ્વારા રોકાણ કરવામાં આવેલ આ મલ્ટીબેગર સ્ટોક બન્યો રોકેટ, 6 મહિનામાં અઢી ગણા વળતર આપ્યું.. જાણો વિગતે

Multibagger Stock: સચિન તેંડુલકરે માર્ચ 2023માં આ ડિફેન્સ કંપનીના શેરોમાં 5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમની પાસે કંપનીના લગભગ 4 લાખ શેર છે. જેમાં તેમને હવે તેમનું વળતર અઢી ગણા વધી ગયું છે.

Multibagger Stock This multibagger stock invested by Sachin Tendulkar became a rocket, returned 2.5 times in 6 months.

Multibagger Stock This multibagger stock invested by Sachin Tendulkar became a rocket, returned 2.5 times in 6 months.

 News Continuous Bureau | Mumbai

Multibagger Stock: દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારના શેરો ખાસ કરીને ડિફેન્સ કંપનીઓના શેરોએ રોકાણકારોને આકર્ષક વળતર આપ્યું છે. ડિફેન્સ સેક્ટરની દિગ્ગજ કંપની આઝાદ એન્જિનિયરિંગના ( Azad Engineering ) શેર્સ મલ્ટિબેગર રિટર્ન આપતા સાબિત થયા છે. સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકરે પણ આ શેરથી ઘણી કમાણી કરી છે. છેલ્લા 6 મહિનામાં આઝાદ એન્જિનિયરિંગના શેરે સચિન તેંડુલકરને 150 ટકાથી વધુ વળતર આપ્યું છે અને તેની રકમ અઢી ગણી ગણા વધારી છે. 

Join Our WhatsApp Community

લગભગ એક વર્ષ પહેલા, માસ્ટર બ્લાસ્ટ ક્રિકેટર સચિન તેંડુલકરે ( Sachin Tendulkar ) ગયા વર્ષે માર્ચમાં આઝાદ એન્જિનિયરિંગમાં આશરે રૂ. પાંચ કરોડનું રોકાણ કર્યું હતું અને આ કિંમતે કંપનીના લગભગ ચાર લાખ શેર ( Azad Engineering Share ) ખરીદ્યા હતા. શેરના ભાવમાં તાજેતરના વધારાથી સચિનના રોકાણના મૂલ્યમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

Multibagger Stock: આઝાદ એન્જિનિયરિંગે ગયા વર્ષે તેનો IPO રૂ 594 ની પ્રાઇસ બેન્ડ પર લોન્ચ કર્યો હતો….

ગયા વર્ષે ડિસેમ્બર 2023 માં, આઝાદ એન્જિનિયરિંગે તેનો IPO રૂ 594 ની પ્રાઇસ બેન્ડ પર લોન્ચ કર્યો હતો. આમ, IPO લોન્ચ થયાના સાત મહિનામાં શેરની ( Stock Market ) કિંમત ત્રણ ગણી થઈ ગઈ હતી. આઝાદ એન્જિનિયરિંગના શેરે માત્ર લાંબા ગાળામાં જ નહીં પરંતુ ટૂંકા ગાળામાં પણ મોટો ફાયદો કર્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં નોંધપાત્ર વૃદ્ધિને ( Multibagger returns ) કારણે કંપનીનું માર્કેટ કેપ હાલ રૂ. 10,280 કરોડ સુધી પહોંચી ગયું છે.

આ સમાચાર પણ વાંચો  :  Zomato, Swiggy Platform Fee : ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થયું, ઝોમેટો-સ્વીગીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો વધારો; જાણો હવે કેટલો ચાર્જ લાગશે..?

આઝાદ એન્જિનિયરિંગ 1983 માં શરૂ થયું હતું અને તે ઊર્જા, એરોસ્પેસ અને સંરક્ષણ, તેલ અને ગેસ ઉદ્યોગો માટે અત્યંત એન્જિનિયર્ડ પ્રિસિઝન ફેબ્રિકેટેડ અને મશીન્ડ ઘટકોનું ઉત્પાદન કરે છે.

આઝાદ એન્જિનિયરિંગનો સ્ટોક હાલ રૂ. 2,080ની ઊંચી સપાટી અને રૂ. 640ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ગયા અઠવાડિયે શેરમાં સારી તેજી જોવા મળી હતી, પરંતુ સપ્તાહ દરમિયાન કામગીરી થોડી ધીમી પડી હતી. જોકે, છેલ્લા છ મહિનાની કામગીરીએ રોકાણકારોને માલામાલ કરી દીધા હતા. દરમિયાન, આઝાદ એન્જિનિયરિંગનો શેર સોમવારે 1.97% ઘટીને રૂ. 1,702.05 પર બંધ થયો હતો. એક તબક્કે, વેચાણના દબાણને કારણે શેર ઘટીને રૂ. 1,695.05 થયો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

IDBI Bank: સાવધાન! જો તમારું પણ આ બેંકમાં એકાઉન્ટ હોય તો વાંચી લેજો: ૬૦,૦૦૦ કરોડમાં વેચાઈ જશે આ સરકારી બેંક
Igor Sechin: પુતિનની સાથે ભારતમાં કોણ આવી રહ્યું છે? ટ્રમ્પના પ્રતિબંધો છતાં અંબાણીના આ ‘રશિયન દોસ્ત’ની મુલાકાત કેમ મહત્ત્વની?
Rupee Dollar: રૂપિયાની ઐતિહાસિક નબળાઈ! ડોલર સામે રૂપિયો ૯૦ ની સપાટી તોડીને કેમ તૂટ્યો? ભારતનું અર્થતંત્ર ચિંતામાં
Fashion Factory: ₹2000 ચૂકવો, ₹2000 પાછા મેળવો: ફેશન ફેક્ટરીની ફ્રી શોપિંગ વીક ઑફર, ₹5000ના એપેરલ પર પૂરી કિંમતનું વળતર
Exit mobile version